Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET પરીક્ષામાં ધાંધલી પર ABVP એ કરી CBI તપાસની માંગ

NEET UG નું પરિણામ (NEET UG 2024) 4 જૂને જાહેર કરવામાં આવ્યું ત્યારથી વિવાદ વધી રહ્યો છે. NEETના વિદ્યાર્થીઓ સતત કહી રહ્યા છે કે, આ પરીક્ષામાં ધાંધલી થઇ છે. હવે આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), નેશનલ એલિજિબિલિટી કમ...
neet પરીક્ષામાં ધાંધલી પર abvp એ કરી cbi તપાસની માંગ

NEET UG નું પરિણામ (NEET UG 2024) 4 જૂને જાહેર કરવામાં આવ્યું ત્યારથી વિવાદ વધી રહ્યો છે. NEETના વિદ્યાર્થીઓ સતત કહી રહ્યા છે કે, આ પરીક્ષામાં ધાંધલી થઇ છે. હવે આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2024) ના આયોજન દરમિયાન થયેલી ગડબડીઓ અને પરીક્ષા પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા અને પરિણામ પર ઉઠેલા પ્રશ્નોના સમાધાન માટે CBI તપાસની માગ કરે છે. આ પરીક્ષાના આયોજનના દિવસે જ દેશના અલગ-અલગ ભાગોમાં ગડબડીઓ સામે આવી હતી. પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની માંગ ઉઠી હતી, પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી હતી. આ સાથે જ કેટલીક જગ્યાએ પ્રશ્નપત્ર વિતરણ વગેરેમાં પણ ગડબડ મળી હતી. વિદ્યાર્થી પરિષદ, નીટ પરીક્ષાના ઉમેદવારોની ન્યાયીક યોગ્ય માંગણીઓ સાથે છે.

Advertisement

મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે યોજાતી આ પરીક્ષાની પારદર્શિતા પર વિદ્યાર્થીઓ ઘણી શંકા ઉભી થઈ છે. NEET-UGની પરીક્ષાના દિવસે પણ દેશના અલગ-અલગ સ્થળોએ વ્યવસ્થાની ગડબડીઓ સામે આવી હતી. આથી તે પણ સ્પષ્ટ થયું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષાના આયોજન માટે જરૂરી તૈયારીઓ કરી ન હતી. ABVPના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુક્લે સુરતમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું હતું કે, "NEET-UGની પરીક્ષા પરિણામના સંદર્ભમાં ઉમેદવારો વચ્ચે ગડબડીની મોટી શંકા છે, આ સમગ્ર પ્રકરણની CBI તપાસ થાય અને દોષિતો પર કડક કાર્યવાહી થવી જોઈએ. NEETના પરીક્ષા પરિણામમાં એક જ સેન્ટર પરથી ઘણા ટોપર્સ હોવાથી આ વર્ષના પરીક્ષા પરિણામ પર ઘણી રીતે શંકા ઊભી થઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર પહેલા પણ યુજીસી-નેટ વગેરે પરીક્ષાઓના આયોજનના સંદર્ભમાં પ્રશ્નો ઉઠ્યા હતા. NEET પરીક્ષાના આયોજનમાં જે ગડબડીઓ થઈ છે, તેના માટે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિષય સાથે સંકળાયેલ બ્યુરોક્રેસી જવાબદાર છે.

ABVPના આયામ મેડિવિઝનના રાષ્ટ્રીય સંયોજક ડૉ. અભિનંદન બોકેરિયાએ કહ્યું કે, "NEET પરીક્ષા પરિણામ આવી ગયા બાદ વિદ્યાર્થીઓના આપઘાત કરવાના કિસ્સાઓ થયા છે, આ અત્યંત દુઃખદ છે. આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ જેથી વિદ્યાર્થીઓમાં પરીક્ષાના આયોજનને લઈને વિશ્વાસની સ્થિતિ બને. ABVP ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, " તબિબિ કારકિર્દી ઘડવા માટેના સૌથી પ્રથમ અને મહત્વપૂર્ણ પ્રવેશ પ્રક્રિયામાં આ પ્રકારની શંકાશીલ ઘટનાઓ યુવાનોના આત્મવિશ્વાસને ડગાવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના નીટ પરિક્ષા સેન્ટરના ડેપ્યુટી સેન્ટર સુપરીટેન્ડેન્ટની ગાડીમાંથી જ 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આવા શિક્ષણના દલાલો વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો પર તત્કાલીન CBI તપાસ થાય, અને કડક સજા ફટકારવામાં આવે, તેવી માંગ વિધાર્થી પરિષદની છે. વિધાર્થીઓને ન્યાય મળે તેના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ NEET પરિક્ષા પરિણામના છબરડા અને આવા શિક્ષણના દલાલો‌ને ઉઘાડા પાડવા માટે કટિબદ્ધ છે.

Advertisement

આ પણ વાંચો - NEET માં થયો Scam? પેપર લીક બાદ લાગ્યો આ સૌથી ગંભીર આરોપ, NTA આપ્યું સ્પષ્ટીકરણ

આ પણ વાંચો - NEET UG 2024 પરિણામ મુદ્દે NTAની સ્પષ્ટતા,કહી આ વાત

Advertisement

Tags :
Advertisement

.