Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ઉપલેટા ST Depo મેનેજરને કરાયા સસ્પેન્ડ

ST Depo Manager Suspended : તમે જો બસ (Bus) માં મુસાફરી કરી હશે તો તેના પર લગાવવામાં આવેલું સ્લોગન જરૂરથી વાચ્યું હશે, જેમા લખેલું છે કે, સલામત સવારી એસટી અમારી. પણ શું ખરા અર્થમાં એસટી સવારી સલામત છે ? સવાલ...
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર  ઉપલેટા st depo મેનેજરને કરાયા સસ્પેન્ડ

ST Depo Manager Suspended : તમે જો બસ (Bus) માં મુસાફરી કરી હશે તો તેના પર લગાવવામાં આવેલું સ્લોગન જરૂરથી વાચ્યું હશે, જેમા લખેલું છે કે, સલામત સવારી એસટી અમારી. પણ શું ખરા અર્થમાં એસટી સવારી સલામત છે ? સવાલ આજે એટલે ઉભો થાય છે કે, કારણ કે તાજેતરમાં ઉપલેટાથી અમદાવાદ તરફ જઇ રહેલી એસટી બસ (ST Bus) નું પાછળની બાજુએ આવેલું સાઈડનું એક ટાયર (Tire) નીકળી ગયું હતું. આ બસમાં અંદાજે 40 થી 50 જેટલા મુસાફરો (passengers) સવાર હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટના અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર અચાનક જાગ્યું

મળતી માહિતી અનુસાર, ઉપલેટાથી અમદાવાદ (Upleta to Ahmedabad) જઇ રહેલી એસટી બસ GJ18.Z 7826 પાછળની સાઈડનું એક ટાયર નીકળી ગયું હતું. જોકે, આ ઘટનામાં મુસાફરોને કોઇ ઈજા પહોંચી નથી. જોકે, બસના ટાયર નીકળવાની ઘટનામાં કોઇ મોટી હોનારત થવાની પણ સંભાવના હતી. સદનસીબે કોઇ મુસાફરને કોઇ ઈજા પહોંચી નથી. આ ઘટનાનો મુસાફરોએ જ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બાદ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ તંત્ર અચાનક જાગ્યું અને એસ ટી ના વિભાગીય અધિકારી દ્વારા ઉપલેટા ડેપો મેનેજર રાજેશ ઠુંમરને ફરજમાં બેદરકાર ઠેરવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ ડેપો મેનેજર ઘણા સમયથી કર્મચારીઓ સાથે અભદ્ર વર્તનના કારણે વિવાદમાં હતા.

લોકોના જીવને જોખમમાં મુકનાર સામે તંત્રની લાલ આંખ

ડેપો મેનેજર રાજેશ ઠુંમર વિરુદ્ધ ઉપલેટા એસ ટીના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ રજુ કર્યો હતો. આવા અધિકારીને સ્વતંત્ર ડેપોની જવાબદારી ન સોંપવાની સતત માેંગ ઉઠી રહી હતી. ત્યારે ઉપલેટા એસ ટીના કર્મચારીઓએ ડેપો મેનેજર વિરુદ્ધ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ લોકોના જીવને જોખમમાં મૂકનાર સામે તંત્રએ પણ લાલ આંખ બતાવી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત ફર્સ્ટની ટીમે જે રીતે રિપોર્ટીગ કર્યું તેના કારણે લોકોએ ગુજરાત ફાર્સ્ટનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Petrol Pirates: સરકારી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ઝડપાયું

આ પણ વાંચો - Ahmedabad : પ્રથમ વખત ગુજરાતમાં ડોગ માટેની જાણીતી PSA રણભૂમિ ઈવેન્ટનું આયોજન

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.