Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંકટમાં દ્વારિકા નગરી! આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર

બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં...
સંકટમાં દ્વારિકા નગરી  આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર
બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે.  જો કે, સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકાશે.
નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહિ ચડે
પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોય પોતાનો પ્રવાસ મોકૂફ રાખે. આવતીકાલે એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાની શક્યતાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહિ ચડે. પવનની સ્થિતિના કારણે ધ્વજાને નુકસાન પણ થયું છે.
સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરાયો 
બીજ તરફ તાજેતરમાં જ બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈ રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલવે તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન  (Somnath Temple) માટે ન આવવા અપીલ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે.
Tags :
Advertisement

.