Delhi Elections 2025 : AAP નાં સૂપડા સાફ! કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન જેવા મોટા ચહેરાઓની કારમી હાર
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં વલણોમાં ભાજપ વિજય માર્ગ પર અગ્રસર (Delhi Elections 2025)
- CM આતિશી, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહીતનાં મોટા ચહેરા પાછળ
- પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પર કારમી હાર
Delhi Elections 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મત ગણતરીનાં શરૂઆતનાં વલણોમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રી આતિશીને બાદ કરી ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત કેટલાક મોટા ચહેરાઓ પોતપોતાની બેઠકો પર હાર્યા છે. સવારે 1 વાગ્યા સુધીનાં વલણો અનુસાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 70 માંથી 47 બેઠકો પર આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે વલણોમાં કોંગ્રેસ (Congress) એક પણ બેઠક પર આગળ નથી. જો આ પરિણામ આવે તો કોંગ્રેસ સતત ત્રીજી વખત દિલ્હીમાં પોતાનું ખાતું પણ ખોલી શકશે તેમ નથી.
-દિલ્હીમાં ભાજપનો, ભવ્ય વિજય
-દિલ્હીએ સાબિત કર્યું દિલ્હીના દિલમાં મોદી
-27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપ સરકાર
-દિલ્હીમાં પણ બનશે ડબલ એન્જિનની સરકાર@narendramodi @BJP4Delhi @AmitShah @JPNadda @BJP4Gujarat #DelhiElections2025 #BJPWinsDelhi #ModiWave #DoubleEngineGovernment… pic.twitter.com/VjS4FichIo— Gujarat First (@GujaratFirst) February 8, 2025
નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ હાર્યા
આ લખાય ત્યાં સુધી નવી દિલ્હી બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ARVIND KEJRIWAL) ભારતીય જનતા પાર્ટીનાં પરવેશ સિંહથી (PARVESH SAHIB SINGH) 1844 મતોથી હાર્યા છે. જો કે, બીજા રાઉન્ડ પછી તેઓ 254 મતોથી આગળ હતા. 10 રાઉન્ડની ગણતરી પછી, તેઓ પ્રવેશ વર્માથી 1844 મતોથી પાછળ હતા. આ બેઠક કેજરીવાલ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતી. જો કે, હવે આ બેઠક પર અરવિંદ કેજરીવાલની હારે આપ માટે મોટો અપસેટ સર્જ્યો છે.
આતિશી આગળ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની કારમી હાર
કાલકાજીની બેઠકની વાત કરીએ તો અહીં 10 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. વલણો અનુસાર, મુખ્યમંત્રી આતિશી (ATISHI) ભાજપનાં ઉમેદવાર રમેશ બિધુરી (RAMESH BIDHURI) અને કોંગ્રેસનાં અલકા લાંબાથી આગળ ચાલી રહ્યા છે. ત્રણેય વચ્ચે 989 વોટનું માર્જિન છે. જંગપુરા બેઠક પર ભાજપના તરવિંદર સિંહ મારવાહથી આપનાં મનીષ સિસોદિયા (MANISH SISODIA) પણ હાર્યા છે. આ બેઠક પર 10 પૈકી 9 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. બંને વચ્ચે 572 મતોનું માર્જિન છે. શકૂરબસ્તી બેઠક પર AAP નાં સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ભારતીય જનતા પાર્ટીનાં કરનૈલ સિંહથી હાર્યા છે. કરનૈલ સિંહે સત્યેન્દ્ર જૈનને 20795 મતોથી હરાવ્યા છે.
-દિલ્હીમાં આપને બે સૌથી મોટા ઝટકા
-આપ પાર્ટી સંયોજક અને પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3182 મતે કારમી હાર
-મનીષ સિસોદિયાને પણ કરવો પડ્યો હારમો સામનો@AamAadmiParty @ArvindKejriwal @msisodia #DelhiElections #AAP #ArvindKejriwal #ManishSisodia #PoliticalShock #BJPWinsDelhi… pic.twitter.com/q0srMt20ov— Gujarat First (@GujaratFirst) February 8, 2025
આ પણ વાંચો - Major Upset: આપ અને અરવિંદ બંન્ને ડુબ્યા, નવી દિલ્હી સીટ પરથી કેજરીવાલનો પરાજય
ક્યાં કોણ છે આગળ ?
લખાય ત્યાં સુધી કરાવલનગર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર કપિલ મિશ્રા (KAPIL MISHRA) આમ આદમી પાર્ટીનાં મનોજ કુમાર ત્યાગીથી આગળ છે. 24 રાઉન્ડ પૈકી 14 રાઉન્ડની મતગણતરીમાં બંને વચ્ચેનું માર્જિંન 42123 છે. જ્યારે શાહદરા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજય ગોયલ તેમના હરીફ આમ આદમી પાર્ટીનાં જિતેન્દ્ર સિંહ શાંતિથી કરતાં 6332 મતોથી આગળ છે. જ્યારે મુસ્તફાબાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર મોહન સિંહ બિષ્ટ તેમના હરીફ આમ આદમી પાર્ટીનાં આદિલ અહેમદ ખાન કરતાં 38900 મતોથી આગળ છે. રાજૌરી ગાર્ડન બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસા, આમ આદમી પાર્ટીનાં એ. ધનવંતી ચંદેલાથી 18190 મતોથી આગળ છે. ગ્રેટર કૈલાશ બેઠક પરથી ભાજપનાં શીખા રોય આપનાં સૌરભ ભારદ્વાજથી 3646 મતોથી આગળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો - Delhi Election Results 2025 : કોંગ્રેસ પાર્ટીના સૂપડા સાફ, જાણો શું છે કારણ
મતદાન 60% થી વધુ થયું
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ થયેલા મતદાનમાં 60.54 ટકા મતદાન (Delhi Elections 2025) થયું હતું. આ વલણોના આધારે, BJP નું પ્રદર્શન પ્રભાવશાળી દેખાય છે. આમ આદમી પાર્ટી માટે આ વલણ નિરાશાજનક છે, ખાસ કરીને જ્યારે તેણે છેલ્લા વર્ષોમાં દિલ્હીમાં મોટા પાયે વિકાસ કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, મતગણતરી હજુ પણ ચાલુ છે અને વલણો બદલાઈ શકે તેમ છે. પરંતુ અત્યાર સુધીનાં આંકડા દર્શાવે છે કે આ વખતે ભાજપ દિલ્હીમાં મોટો અપસેટ સર્જી શકે છે.
આ પણ વાંચો - અંદરો અંદર વધારે ઝગડો... દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-AAP પર સાધ્યું નિશાન