Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છેલ્લા 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ રઝળી રહ્યા

Dakor Urban Health Center : 14 જેટલા આરોગ્ય કર્મીઓ કામકાજ માટે મકાન શોધે છે
છેલ્લા 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ રઝળી રહ્યા
Advertisement
  • 12 વર્ષથી ડાકોર Urban Health Center ના નામે લાલીયાવાડી
  • 14 જેટલા આરોગ્ય કર્મીઓ કામકાજ માટે મકાન શોધે છે
  • આશરે 25 હજાર જેટલા લોકોની સારસંભાળ રાખે છે

Dakor Urban Health Center : ખેડામાં રાજ્યના આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય તંત્રની લાલીયાવાડી સામે આવી છે. જોકે આ ઘટનામાં આ છેલ્લા 12 વર્ષથી ખેડામાં આવેલું ડાકોર Urban Health Center ખખડધજ હાલતમાં છે. આ Urban Health Center માં છેલ્લા 12 વર્ષથી કોઈપણ સુવિધાઓ તબીબો અને દર્દીઓને મળી રહી નથી. તો આ ઘટનામાં ખાસ વાત તો એ છે કે, છેલ્લા 12 વર્ષથી ડાકોર Urban Health Center ને મકાન જ આપવામાં આવ્યું નથી.

14 જેટલા આરોગ્ય કર્મીઓ કામકાજ માટે મકાન શોધે છે

તો ખેડામાં આવેલા ડાકોર Urban Health Center ને મકાન ન મળતા તબીબો રઝળી રહ્યા છે. તેથી ડાકોર Urban Health Center નું કોઈ યોગ્ય સરનામું જ નથી. જોકે આ Urban Health Center ની માગણી 12 વર્ષથી સરકારી ચોપડે માત્ર નોંધવા બરાબર છે. તેથી દરરોજ 14 જેટલા આરોગ્ય કર્મીઓ કામકાજ માટે મકાન શોધે છે. તેના કારણે ખાનગી હોસ્પિટલમાં બેસીને તેઓ પોતાનું કામ કરે છે. તો ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ Urban Health Center ને મકાન ફાળવાયું નથી.

Advertisement

આ પણ વાંચો: Bopal માં MICA નાં વિદ્યાર્થીની હત્યા કરનારો નીકળ્યો પોલીસકર્મી!

Advertisement

આશરે 25 હજાર જેટલા લોકોની સારસંભાળ રાખે છે

જોકે આ Urban Health Center માં 1 તાલુકા હેલ્થ ઓફિસર, 2 એફ. એચ. ડબલ્યું., 1 એસ આઈ અને 9 આશાબહેનો અને 1 કોમ્પ્યુટર ઓપરેટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ Urban Health Center માં સરકારી દ્વારા મળતી વિવિધ બીમારીઓના સારવાર માટે નિયુક્ત કરવામાં આવ્યું છે. પરંતુ આટલા વર્ષો પછી પણ આ તબીબોને મકાન ફાળવાયું નથી. બીજી તરફ આ તબીબો ડાકોરમાં રહેતા આશરે 25 હજાર જેટલા લોકોની સારસંભાળ રાખે છે.

આ પણ વાંચો: Khyati Hospital : 'મોતનાં ખેલ' બાદ મેડિકલ માફિયાઓનો થશે પર્દાફાશ! UN મહેતામાં તમામ દર્દીઓની તપાસ

Tags :
Advertisement

.

×