Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોગ્ય વિભાગને "સ્માર્ટ રેફરલ એપ" ની પહેલ માટે નેશનલ હેલ્થ કેર એવોર્ડ એનાયત

અહેવાલ - સંજય જોષી નેશનલ હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ - 2023 અંતર્ગત દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ મેડીસીટીની ત્રણ સંસ્થાઓને ચાર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત થયા છે‌. વધુમાં આરોગ્ય વિભાગને સ્માર્ટ રેફરલ એપ વિકસાવવાની પહેલ બદલ  નેશનલ હેલ્થ કેર...
આરોગ્ય વિભાગને  સ્માર્ટ રેફરલ એપ  ની પહેલ માટે નેશનલ હેલ્થ કેર એવોર્ડ એનાયત

અહેવાલ - સંજય જોષી

Advertisement

નેશનલ હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ - 2023 અંતર્ગત દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ મેડીસીટીની ત્રણ સંસ્થાઓને ચાર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત થયા છે‌. વધુમાં આરોગ્ય વિભાગને સ્માર્ટ રેફરલ એપ વિકસાવવાની પહેલ બદલ  નેશનલ હેલ્થ કેર એવોર્ડ પ્રાપ્ત થયો છે. આરોગ્ય કમિશનર શ્રી શાહમિના હુસેન એ ન્યુ. દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીને આરોગ્ય સેવા-સુવિધાઓમા અનેકવિધ નવીનતમ પહેલ માટે હેલ્થકેર લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટને  લીડિંગ કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને હેલ્થ કેર પ્રોફેશનલ્સ એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ આ બંને  એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા.

Advertisement

મેડિસિટીની ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને શ્રેષ્ઠ ડેન્ટલ કેર માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ડેન્ટલ કોલેજના ડીન ડૉ. ગિરીશ પરમારને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ આ તમામ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલ તેમજ સમગ્ર આરોગ્ય વિભાગને તેમની શ્રેષ્ઠતમ સેવા, સારવાર અને સુવિધાઓ અને કર્તવ્યનિષ્ઠા બદલ થયેલ આ બહુમાનને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો - Iskcon Bridge Accident Case પ્રજ્ઞેશ પટેલને હાલ જેલમાં જ રહેવું પડશે, 3 ઓગસ્ટે જામીન પર હાથ ધરાશે સુનાવણી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.