Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DAHOD :તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરનાર આચાર્યની ધરપકડ

દાહોદમાં બાળકી હત્યા બાબતે આ શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી બાળકીને મોતને ઘાટ ઉતારનાર આચાર્ય ગોવિંદ નટને કરાશે સસ્પેન્ડ પૂછ પરછમાં બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી Dahod:દાહોદ(Dahod) જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળા (Primary school)માં અભ્યાસ કરતી ધોરણ-1ની...
06:17 PM Sep 22, 2024 IST | Hiren Dave

Dahod:દાહોદ(Dahod) જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળા (Primary school)માં અભ્યાસ કરતી ધોરણ-1ની બાળકીની હત્યાના કેસમાં પોલીસે શાળાના આચર્ય (principal) ગોવિંદ નટની (Govind Nutt) ધરપકડ (Arrest) કરી છે. આ કેસમાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની સઘન પૂછપરછ કરતા આખરે તેણે પોલીસ સમક્ષ બાળકીની હત્યાનો ગુનો કબૂલ કરી લીધો છે.

બે દિવસ પહેલા શાળામાંથી મળ્યો હતો મૃતદેહ

સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ બાળકી બે દિવસ પહેલા શાળાએથી ઘરે પરત ન ફરતા બાળકીના માતાપિતાએ તપાસ શરૂ કરી હતી અને શાળાએ પહોંચ્યા હતા. જો કે શાળાને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી આ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ  વાંચો -Bhavnagar ના યુવરાજનો સૌથી મોટો ધડાકો, "સમાજે કંઈ દિશામાં જવાનું....!

જાણો સમગ્ર મામલો?

દાહોદ (DAHOD)જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઇને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

આ પણ  વાંચો -Navsari: લોકોની પાછળ કૂતરાની માફક દીપડો દોડ્યો, જુઓ video

શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત

બાળકીનો મૃતદેહ મળ્યાંની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

Tags :
ArrestDahodGovind NuttGujarat FirstGujarat NewsKilling the baby girlPostmortemprimary schoolSchool Principal
Next Article