લો બોલો! જીવતા વ્યક્તિનું કરી નાખ્યું પોસ્ટમોર્ટમ, 3 ડોક્ટર સસ્પેન્ડ
- રાજસ્થાનમાં જીવતા વ્યક્તિનું પોસ્ટમોર્ટમ! 3 ડોક્ટર સસ્પેન્ડ
- ઝુંઝુનુમાં જીવંત દર્દીને મૃત જાહેર કરવાના મામલે તબીબો સસ્પેન્ડ
- શ્વાસ લેતા વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું!
- રાજસ્થાન: ડોક્ટરોની બેદરકારી! જીવતા વ્યક્તિનું પોસ્ટમોર્ટમ
Three doctors suspended Rajasthan : રાજસ્થાનના ઝુંઝુનુમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં જીવતા વ્યક્તિને મૃત જાહેર કરીને તેનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. આ મામલાની ગંભીરતા જોતા રાજ્યની ભજનલાલ સરકારે કડક કાર્યવાહી કરી છે. આ ઘટનામાં 3 ડોક્ટરને સસ્પેન્ડ (3 doctors suspended) કરવામાં આવ્યા છે અને તેમના હેડક્વાર્ટરને પશ્ચિમ રાજસ્થાનના ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.
શ્વાસ ચાલતો હતો છતા પોસ્ટમોર્ટમ
ભારતમાં ડોક્ટરને લોકો ધરતી પર રહેતા ભગવાન સમાન માનતા હોય છે. પણ આ પ્રોફેસનને ઘણા લોકો સમયાંતરે બદનામ કરતા આવ્યા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક શખ્સ જીવંત હોવા છતા તેનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું. સમાચાર સામે આવ્યા બાદ રાજ્યની સરકારે કડક પગલા લીધા અને 3 ડોકટરને સસ્પેન્ડ (3 doctors suspended) કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, આ 3 ડોકટરના હેડક્વાર્ટરને બાડમેર, જેસલમેર અને જાલોરમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલાની માહિતી સામે આવ્યા બાદ મેડિકલ અને હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્રણેય તબીબો સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
राजस्थान के झुंझुनूं से सामने आया मामला, जहा डॉक्टरोने जिंदा आदमी का पोस्टमार्टम कर डाला, चिता पर आग देते समय शरीर में हरकत देख मची सनसनी, इस मामले में भजनलाल सरकार ने 3 डॉक्टरों को किया सस्पेंड#Rajasthan #Jhunjhunu #Shocking #Doctors pic.twitter.com/Zhpn4rv3z1
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) November 22, 2024
3 ડોક્ટર સસ્પેન્ડ
માહિતી અનુસાર, આ મામલામાં સરકારી કાર્યવાહીનો ભોગ બનેલા ડૉક્ટરોમાં ઝુંઝુનુ જિલ્લા મુખ્યાલયની BDK હોસ્પિટલના PMO ડૉ. સંદીપ પચાર, ડૉ. યોગેશ જાખડ અને ડૉ. નવનીત મીલનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરના અહેવાલ મુજબ, તબીબી અને આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, ડૉ. સંદીપ પચારનું મુખ્યાલય CMHO ઑફિસ જેસલમેર રહેશે. ડૉ. યોગેશ જાખડનું મુખ્યાલય CMHO ઑફિસ બાડમેર અને ડૉ. નવનીત મીલનું CMHO ઑફિસ જાલોર રહેશે.
અંતિમ સંસ્કાર માટે લઈ જતા ખબર પડી
સસ્પેન્શન દરમિયાન તેમને આ સ્થળોએ રહેવું પડશે. ડોક્ટરો સામે મેડિકલ વિભાગે ખાતાકીય તપાસ પણ શરૂ કરી છે. આ ઘટના બગડ વિસ્તારમાં આવેલી 'મા સેવા સંસ્થા' થી શરૂ થઈ હતી. રોહિતેશ નામના એક માનસિક વિકલાંગ વ્યક્તિને ગુરુવારે સવારે બેભાન સ્થિતિમાં BDK હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેની પ્રાથમિક તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો અને મોર્ચરીમાં ખસેડી દીધો હતો. અંદાજે 2 કલાક બાદ રોહિતેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેને સંસ્થાના સભ્યોને સોંપી દેવાયો હતો. પરંતુ, અંતિમ સંસ્કાર માટે લઈ જતી વખતે તે શ્વાસ લેતો જોવા મળ્યો હતો.
મામલા બાદ તંત્રમાં દોડધામ
આ ઘટના સામે આવતાં, રોહિતેશે તુરંત જ ICU માં ખસેડવામાં આવ્યો. આ ઘટનાએ મેડિકલ વિભાગ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરીને તહસીલદાર અને એસએચઓ સહિતના અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા. આમ, મોડી રાત્રિ સુધીમાં સંબંધિત તબીબો અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આટલી મોટી બેદરકારી વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયું હતું. ચર્ચા એવી પણ થઇ રહી છે કે, લોકોને કોઇ પણ માંદગી થાય તો ડોક્ટર પાસે સારવાર માટે લઇ જવા કે નહીં.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ US રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે PM મોદીની કરી તુલના! માફી માંગવાની ઉઠી માંગ