Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Biparjoy : પ્રદેશ પ્રમુખ CR Patil એ ભાજપના તમામ કાર્યકરોને મેદાને ઉતરવા આપી સૂચના

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધતું જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર આ વાવાઝોડાથી કોઇ જાનહાની ન થાય તે માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR Patil એ હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી....
cyclone biparjoy   પ્રદેશ પ્રમુખ cr patil એ ભાજપના તમામ કાર્યકરોને મેદાને ઉતરવા આપી સૂચના

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધતું જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર આ વાવાઝોડાથી કોઇ જાનહાની ન થાય તે માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR Patil એ હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. જેમા તેમણે બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વની સૂચનાઓ આપી હતી.

Advertisement

ભાજપના પ્રદેશ પ્રમુખ CR Patil એ વર્ચ્યુઅલ બેઠક યોજી

ગુજરાતમાં જ્યારે બિપોરજોય વાવાઝોડામાં મોટું નુકસાન ન થાય અને તૈયારીઓમાં કોઇ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે રાજ્ય સરકારે તંત્રને પહેલાથી જ એલર્ટ કરી દીધા છે. ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR Patil એ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમા ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ, મહાનગરના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર, ડે.મેયર તેમજ પ્રદેશના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ વર્ચ્યુઅલી બેઠકમાં બિપોરજોય વાવાઝોડાને લઇને તમામ કાર્યકરોને મેદાને ઉતરવાની તેમણે સૂચના આપી છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં તેમણે બિપોરજોય વાવાઝોડા સામે એલર્ટ રહેવા સુચનો આપ્યા હતા. જેમાં હોર્ડીગ બેનરો, જોખમી દીવાલો, જોખમી વસ્તુઓને તંત્ર દ્વારા ઉતારી લેવા સુચના આપવામાં આવી હતી, ઉપરાંત વાવાઝોડાની આફત સામે અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે ફૂડ પેકટ, પાણી, દવા, એરલિફટીંગ સહાય, સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ, ડોકટરની ટીમો, સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવા, પશુઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવા તેમજ સરકારની સુચનાનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખી જનતાને ઓછી મુશ્કેલી પડે તે પ્રકારના કામ કરવા જણાવ્યું હતું. વળી જે વિસ્તારમાં બીપોરજોય વાવાઝોડાની અસર થવાની નથી તે વિસ્તારના સાંસદ, ધારાસભ્ય તેમજ પ્રદેશના પદાધિકારીઓને સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં જઇ મદદ કરવા હાંકલ કરી છે. તેમજ કુદરતી આફત સામે મદદ મેળવા જનતાની સહાય માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હેલ્પલાઇન નંબર 079-232 76 943 , 079- 232 76 944 તેમજ વોટ્સઅપ નંબર 63 57 23 99 64 જાહેર કરી સરકાર અને સંગઠન સાથે મળી જનતાને કુદરતી આફત સામે ઓછી મુશ્કેલી પડે તે તમામ મદદ કરવા હાંકલ કરી છે.

Advertisement

7,500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

Advertisement

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 7,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં દરિયાકાંઠાથી 10 કિમી સુધીના ગામડાઓના રહેવાસીઓને ખાલી કરાવવાની કામગીરી મંગળવારથી શરૂ થશે. પોરબંદરના 31 ગામોના આશરે 3,000 લોકોને અને દેવભૂમિ દ્વારકાના લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

14 થી 16 જૂન સુધી ગુજરાતથી રાજસ્થાન સુધી વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે 15મી જૂને વરસાદની તીવ્રતા વધવાની ધારણા પણ છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. 16 જૂનના રોજ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

3 હજાર માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જણાવ્યું હતું કે, લગભગ 3,000 લોકોને, મુખ્યત્વે માછીમારો અને બંદર પર કામ કરતા મજૂરોને કંડલામાં ખસેડવામાં આવ્યા છે. દરિયા પાસેની કેટલીક ઝૂંપડપટ્ટીના રહીશોને પણ માંડવી ખસેડવામાં આવ્યા છે. મંગળવારે દરિયાકાંઠાથી 10 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામડાઓના લગભગ 23,000 લોકોને કેમ્પમાં લઈ જવામાં આવશે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ શાળા-કોલેજો 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ - વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.