Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે સાબિત થઇ શકે છે ખતરનાક...!

બિપોરજોય વાવાઝોડું હવે સૌરાષ્ટ્ર અને કચ્છ પછી ઉત્તર ગુજરાત માટે ઘાતક સાબિત થઇ શકે તેવા સંકેત મળી રહ્યા છે.  આગામી 15થી 17 જૂન સુધી ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. 15મી જૂને બપોર પછી...
બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે સાબિત થઇ શકે છે ખતરનાક
બિપોરજોય વાવાઝોડું હવે સૌરાષ્ટ્ર અને કચ્છ પછી ઉત્તર ગુજરાત માટે ઘાતક સાબિત થઇ શકે તેવા સંકેત મળી રહ્યા છે.  આગામી 15થી 17 જૂન સુધી ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
15મી જૂને બપોર પછી થશે લેન્ડ ફોલ
બિપોરજોય વાવાઝોડું આવતીકાલે 15 જૂને બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાના ગાળામાં કચ્છના જખૌ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા છે અને તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારાના જીલ્લાઓમાં ભારે વાવાઝોડુ અને અતિ ભારે વરસાદ આવે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે.
ઉત્તર ગુજરાત માટે પણ ખતરારુપ
જો કે હવે બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે પણ ખતરારુપ બની શકે તેમ લાગી રહ્યું છે કારણ કે 15મી જૂને કચ્છમાં ટકારાયા બાદ નબળું પડેલું વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ ધપશે અને તેના કારણે વાવાઝોડાના 680 કિમીના ઘેરાવામાં ઉત્તર ગુજરાત આવી જાય છે પરિણામે ઉત્તર ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
16 અને 17 તારીખે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસે તેવી આગાહી
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જીલ્લામાં બિપોરજોય વાવાઝોડું ભારે તબાહી મચાવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિનમાં પણ આ જ શક્યતા વ્યક્ત કરાઇ છે. ખાસ કરીને 16 અને 17 તારીખે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસે તેવી આગાહી છે.
કચ્છમાં 150 કિમીની ઝડપે ટકરાશે
 વાવાઝોડું કચ્છમાં 150 કિમીની ઝડપે ટકરાશે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે અને વાવાઝોડાના ઘેરાવામાં તીવ્રતા વધુ હોવાથી આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને અતિ ભારે વરસાદ વરસે છે.
Advertisement
Tags :
Advertisement

.