ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Cyclone Biparjoy : કંડલા પોર્ટ બંધ થવાને કારણે ગાંધીધામમાં સેંકડો ટ્રકો ફસાઈ

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાતા પહેલા જ ખતરનાક રૂપ ધારણ કરી ચુક્યું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે આ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં ભારે પવનના...
12:13 PM Jun 13, 2023 IST | Hardik Shah
featuredImage featuredImage

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાતા પહેલા જ ખતરનાક રૂપ ધારણ કરી ચુક્યું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે આ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. બીજી તરફ કોસ્ટ ગાર્ડે પણ દરિયામાં બોટો રોકવા પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ગુજરાતમાં NDRFની સાત ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડાને જોતા કંડલા પોર્ટ બંધ

બિપોરજોય જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ સરકારની અને જનતાની ચિંતા વધી રહી છે. ગુજરાતના કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, બિપોરજોય વાવાઝોડાને જોતા કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીધામમાં જ સેંકડો ટ્રકો અટવાઈ છે. જેના દ્રશ્યો કોઇપણને ચોંકાવી દેશે. અહીં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટા જોવા મળ્યા છે. આજે અહીં પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, સતત ધમધમતા પોર્ટ પર સુનકાર ભર્યો ઉચાટ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, બિપોરજોયને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઊંચી ભરતી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપોરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટશે.

કચ્છથી લઈને મુંબઈ સુધી એલર્ટ : IMD

દ્વારકામાં તૈનાત NDRF ટીમના કમાન્ડર વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચક્રવાત બિપોરજોયના કારણે સાવચેતીના પગલા તરીકે NDRFની એક ટીમ અહીં તૈનાત કરવામાં આવી છે. ગાંધીનગરથી પણ એક ટીમ દ્વારકા મોકલવામાં આવી છે. બિપોરજોયને કારણે વિવિધ પ્રકારની સંકટની પરિસ્થિતિઓ ઊભી થાય છે. અમે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. જણાવી દઇએ કે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય ગુજરાતના પોરબંદર કિનારેથી લગભગ 290 કિમી દૂર અરબી સમુદ્રમાં છે અને 15 જૂનની સાંજ સુધીમાં તે માંડવીથી આગળ વધશે. ગુજરાત અને પાકિસ્તાનમાં કરાચીથી સૌરાષ્ટ્ર સુધી અને કચ્છને પાર કરે તેવી સંભાવના છે. IMDએ ગુજરાતના કચ્છથી લઈને મુંબઈ સુધી એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો - Cyclone Biparjoy : પ્રદેશ પ્રમુખ CR Patil એ ભાજપના તમામ કાર્યકરોને મેદાને ઉતરવા આપી સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BiparjoyBiparjoy CycloneCycloneGandhidhamKandla PortKutchtrucks