Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલમાં નદીમાં વરસાદી પાણી આવતાં ટ્રકો ફસાઈ, ફસાયેલા ડ્રાઈવરોનું કરાયું દિલધડક રેસ્ક્યૂ

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત ત્રણ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. દેવગઢ બારિયામાં...
પંચમહાલમાં નદીમાં વરસાદી પાણી આવતાં ટ્રકો ફસાઈ  ફસાયેલા ડ્રાઈવરોનું કરાયું દિલધડક રેસ્ક્યૂ

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત ત્રણ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. દેવગઢ બારિયામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયુ છે. વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

Advertisement

મહત્વનું છે કે, વરસાદ વરસતા શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.ત્યારે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. ઉનાળા સમયથી ખાલી પડેલી નદીઓમાં નવા નિરનું આગમન થયુ છે. પાનમ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં વધુ વરસાદના કારણે મામલતદાર ઓફિસનો કોટ ધરાશાયી થયો છે.

Advertisement

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને પંચમહાલ જિલ્લાના પાનમ નદીના પટ્ટમાં આવેલા દહીકોટ ખાતે એક ટ્રક પાણીમાં વચ્ચોવચ ફસાઈ ગઈ છે. જે બાબતે દિવ્ય ભાસ્કરે ગોધરાના ચીફ ફાયર ઓફિસર પી.એફ. સોલંકી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ ફસાઈ ગયેલા ટ્રકમાં ક્લિનરને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા અને દેવગઢ બારીયાના ફાયર બ્રિગેડની બંને ટીમોએ સંયુક્ત રેસ્ક્યુ હાથ ધર્યું છે.

Advertisement

બીજી બાજુ, પંચમહાલમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે. પંચમહાલ સહિત ગોધરા, દેવગઢબારીયા, જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે તમામ વિસ્તારોના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. પંચમહાલમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં નવા નીર વહેતા થયા છે. ભારે વરસાદને લઈને નદી બે કાંઠે વહેતી થઈ છે.

સતત વરસી રહેલા વરસાદને કારણે હાલોલ-શામળાજી રોડ હાઇવે પર કાલોલ તાલુકાના ઘોડા ગામ પાસે ચાર જેટલા વીજપોલ જીવંત વાયર સાથે રોડ પર ધરાશાયી થયા હતા, જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થતાં પોલીસે થોડીવાર માટે એક તરફનો રસ્તો બંધ કરી બીજી તરફ વાહનોને ડાઇવર્ટ કર્યા હતા. જ્યાર બાદ વીજપુરવઠો બંધ કરાવી આ વીજપોલને હટાવવામાં આવ્યા હતા અને ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના હિરેન ગજેરાની અપહરણ બાદ હત્યા

Tags :
Advertisement

.