Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કપડવંજના પૂર્વ MLA કાળુસિંહ ડાભીના પત્રથી વિવાદ, CM ને પત્ર લખવામાં કરી ભૂલ

ગુજરાતમાં ધારાસભ્યો અને પૂર્વ ધારસભ્યો દ્વારા લેટર બોમ્બનો સિલસિલો હજી પણ યથાવત છે. તેના વચ્ચે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કાળુસિંહ ડાભીને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના એક પત્રથી હવે નવો વિવાદ થયો...
11:45 AM Jun 26, 2024 IST | Harsh Bhatt

ગુજરાતમાં ધારાસભ્યો અને પૂર્વ ધારસભ્યો દ્વારા લેટર બોમ્બનો સિલસિલો હજી પણ યથાવત છે. તેના વચ્ચે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કાળુસિંહ ડાભીને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીના એક પત્રથી હવે નવો વિવાદ થયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્ય હોવા છતાં MLA લેટરપેડ પર મુખ્યમંત્રીને પત્ર લખતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

પૂર્વ MLA એ લેટર લખતા કરી ભૂલ

કપડવંજના કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય કાળુસિંહ ડાભી આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક ઉપરથી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ ચૂંટણીનો ભાગ બન્યા હતા. જ્યાં તેઓ ભાજપના ઉમેદવાર દેવઉસિંહ ચૌહાણથી હારી ગયા હતા.હવે તેઓ એક લેટરપેડના કારણે વિવાદમાં આવ્યા છે. વિવાદ એમ છે કે, કાળુસિંહ ડાભીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો. કાળુસિંહના જણાવ્યા મુજબ, રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની તપાસ માટે તેમણે લેટર લખ્યો હતો. પરંતુ તેમણે પૂર્વ ધારાસભ્ય હોવા છતાં MLA લેટરપેડ પર આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. તે બાબત હવે ચર્ચાઇ રહી છે.

આ લેટર મારા PA એ લખવામાં ભૂલ કરી છે - પૂર્વ MLA કાળુસિંહ ડાભી

કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી હજુ પણ ધારાસભ્ય હોય તેવો લેટર લખી મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.આ સમગ્ર બાબત અંગે તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે,આ લેટર મારા PA એ લખવામાં ભૂલ કરી છે. તેમના PA લેટરમાં MLA આગળ EX લખવાનું ભૂલી ગયા હતા.કાળુસિંહ ડાભીએ આગળ કહ્યું હતું કે, લેટર મારા ધારાસભ્ય ના સમયનો છે અને તેના પર મેં મુખ્યમંત્રીને રજુઆત કરી છે. પરંતુ હાલમાં સરકાર લેટર પર ધ્યાન ન રાખી મારા કઠલાલ કપડવંજ વિધાનસભામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં માર્ગ અને મકાન ( પંચાયત ) હેઠળ મંજુર રસ્તાઓમાં ભ્રષ્ટાચારની તપાસ કરે.તેમણે આગળ કહ્યું હતું કે - આ રોડના કામ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટ સામે કાયદેસરના પગલા ભરવા જોઈએ.

આ પણ વાંચો : ‘પ્રવેશોત્સવમાં બાળકોના ચહેરા પર જે સ્મિત આવી છે, તે ભાગ્યે જ કોઈ ખાનગી શાળામાં જોવા મળે’ – ગૃહ રાજ્યમંત્રી HARSH SANGHVI

Tags :
CM Bhupendra PatelcontroversyEX MLA KALISUNH DABHIGUJARAT EX MLAKapadvanjKathlalKheda districtLETTERPAD MISTAKELOKSABHA ELECTION CANDIDATEMLAMLA KALISUNH DABHIpaROAD AND TRANSPOTATION ISSUE
Next Article