Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસને Loksabha Election પહેલા મળી શકે છે ઝટકો, આ MLA આપી શકે છે રાજીનામું

Loksabha Election 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ Congress પાર્ટીને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક વખત ઝટકો મળી શકે છે. કોંગ્રેસ પાર્ટીના વધુ એક...
કોંગ્રેસને loksabha election પહેલા મળી શકે છે ઝટકો  આ mla આપી શકે છે રાજીનામું

Loksabha Election 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ Congress પાર્ટીને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક વખત ઝટકો મળી શકે છે. કોંગ્રેસ પાર્ટીના વધુ એક MLA રાજીનામું આપી શકે છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે કોંગ્રેસ પાર્ટીને છોડી શકે તેવી ચર્ચાઓ તેજ બની છે.

Advertisement

ગુજરાતમાં ફરી કોંગ્રેસને ઝટકો ?

આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસને પણ ઝટકો લાગી શકે છે. મધ્ય ગુજરાતમાં આવેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ઘણા ધારાસભ્ય ભાજપ સાથે સંપર્કમાં છે. આ સાથે એવી પણ ચર્ચા થઇ રહી છે કે, કેટલાક AAP ના પણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જોકે, થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ કરવા પાછળ તેમણે ઘણા કારણો હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું એક રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું યોગ્ય નહોતું લાગ્યું. આ પાર્ટીમાં મને યોગ્ય પ્લેટફોર્મ નહોતું મળી રહ્યું. હવે આજે ફરી આમ આદમી પાર્ટીના ધારાસભ્યને લઇને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.

Advertisement

કોણ છે ચિરાગ પટેલ ?

Advertisement

ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલની રાજીનામાની અટકળો તેજ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, રાજનીતિમાં આવ્યા પહેલા તેઓ પૂર્વ MLA શિરીષ સુક્લાના અંગત કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. બાદમાં MLA સંજય પટેલ ધારાસભ્ય બન્યા અને કોન્ટ્રાક્ટ કામ બંધ થઇ ગયા. તે પછી 2020 માં કોંગ્રેસ પાર્ટી સાથે તેઓ જોડાયા અને રાજસ્થાનમાં તેમણે મોટા કોન્ટ્રાક્ટ મેળવ્યા. સુત્રોની માનીએ તો પડોશી રાજ્યમાં સરકાર ગબડતા નેતાજીની દાનત બદલાઈ હોવાની ચર્ચા થઇ રહી છે. ચિરાગ પટેલના રાજીનામાની અટકળોથી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.

જણાવી દઇએ કે, ચિરાગ પટેલ પ્રથમ વખત ખંભાત બેઠક પરથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલે ભાજપના મહેશ રાવલ અને આમ આદમી પાર્ટીના અરૂણ ગોહિલને હરાવ્યા હતા. ચિરાગ પટેલે આ બેઠક પર 3711 મતોથી જીત નોંધાઈ હતી. સૌથી મોટી વાત એ છે કે, ખંભાત ભાજપનું ગઢ રહ્યું છે જ્યા વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસને જીત મળી હતી.

આ પણ વાંચો - Dawood Ibrahim : ગુજરાતના આ શહેરની પોલીસ પાસે છે દાઉદના ફિંગરપ્રિન્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.