કોંગ્રેસને માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશમાંથી મળી રહ્યો છે જાકારો : BJP પ્રવક્તા
લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નજીક છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવવો સ્વાભાવિક છે. અત્યારે તમામ પાર્ટીના નેતાઓ જનતા સમક્ષ જઇને વોટની માંગણી (demanding votes) કરી રહ્યા છે. ત્યારે નેતાઓ અન્ય પાર્ટીઓ પર વાક પ્રહાર કરવાનું ચુકતા નથી. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) અમદાવાદના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે ભાજપ (BJP) પર ખૂબ વાક પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ (BJP spokesperson Yamal Vyas) ની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
Mukul Wasnik
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પર યમલ વ્યાસની પ્રતિક્રિયા
આજે જ્યારે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં આવ્યા અને તેમણે કોંગ્રેસનું ન્યાયપત્ર રજૂ કર્યુ હતું. વળી તેમણે પોતાની અમદાવાદના પ્રવાસમાં સત્તાધારી પક્ષ ભાજપ (BJP) પર ખૂબ જ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપ (BJP) પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે આગળ કહ્યું કે, ભાજપને પોતાના પર ભરોસો જ નથી એટલે તેઓ બીજી પાર્ટીમાંથી લોકોને પોતાના પક્ષમાં સામેલ કરે છે. ભાજપના અનેક નેતાઓ ગેરજવાબદાર ભાષણો કરી રહ્યા છે. તેનો હિસાબ જનતા આ લોકસભા ચૂંટણીમાં કરશે. તેમના આ નિવેદન પર ભાજપના પ્રવક્તા યમલ વ્યાસની પ્રતિક્રિયા સામે આવી છે.
યમલ વ્યાસે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી સત્તા પરથી દૂર થયા બાદ કોંગ્રેસ પાર્ટી જનતાથી પણ દૂર થઇ ગઇ છે. તે જનતાનો અને દેશનો વિકાસ જોઇ શકતી નથી. તેમણે આગળ કહ્યું કે, મને લાગે છે કે કોંગ્રેસના મુકુલ વાસનિક ભારતમાં હતા નહીં અથવા તો તેમણે કશું જ જોયું નથી. દેશમાં છેલ્લા 10 વર્ષમાં મહિલાઓ, ખેડૂતો અને ગરીબો માટે જે કામો કર્યા છે તે દેશના એક એક નાગરિકોને ખબર છે. મહિલાઓ પહેલા ચુલાથી રસોઇ કરતી હતી, તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમને ગેસનો બાટલો અપાવ્યો, પાણી ભરવા માટે તેમણે અનેક કિલોમીટર દૂર જવુ પડતું હતું એટલે તેમના માટે નલ સે જલ યોજના હેઠળ ઘરમાં પાણી આવતું કર્યું. દરેક ઘરમાં શૌચાલય બનાવવામાં આવ્યા. આ તમામ કામો કરવાથી મહિલાઓનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે.
BJP spokesperson Yamal Vyas
ભાજપ ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી : યમલ વ્યાસ
ભાજપ પ્રવક્તાએ આગળ કહ્યું કે, તેવી જ રીતે ખેડૂતો માટે પણ સરકારે કામ કર્યું છે. તેમના માટે કિસાન સમ્માન નીધિ હોય, સબસિડીવાળું ફર્ટિલાઈઝર હોય તમામ રીતે સરકારે ખેડૂતોને મદદ કરી અને તેમની ચિંતા પણ કરી. આ બધા કામો જો કોંગ્રેસના પ્રભારીને ન દેખાતા હોય તો તે તેમનો વિષય છે. ભારતના નાગરિકોએ આ બધુ જ જોયું છે. તેમણે વારંવાર વિવિધ ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને આશિર્વાદ આપ્યા છે. કોંગ્રેસના ઘોષણાપત્રને લઇને યમલ વ્યાસે આગળ કહ્યું કે, કોંગ્રેસનો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ છે કે તેમણે જે કઇ પણ પોતાના ઘાષણાપત્રમાં કહ્યું કેછે તે ક્યારે પણ કર્યું નથી. તેમણે 2004 માં અને 2009 માં કહ્યું હતું કે, દરેક ઘરમાંથી અમે એકને નોંકરી આપીશું, 10 વર્ષ તેમની સરકાર રહી તેમણે કઇ જ ન કર્યું. તેમણે કહ્યું કે, ભાજપે સ્કીલ ઈન્ડિયાથી લઇને મુદ્રા યોજના હેઠળ કરોડો યુવાનોને રોજગારી મોદી સરકારે આપી છે. બીજી તરફ કોંગ્રેસે પોતે ક્યારે પણ પોતાના વાયદાઓ પૂરા કર્યા નથી. તેટલું જ નહીં તેમણે કરેલા વાયદાઓ પૂરા કરવાનો તેમનો હેતુ પણ હોતો નથી. જનતા જાણે છે કે કોંગ્રેસે ભૂતકાળમાં કઇ જ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા હતા અને પાર્ટીનો ઘોષણાપત્ર જાહેર કર્યો હતો.
આ પણ વાંચો - Parshottam Rupala At Rajkot: કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાર્યકારો સાથે કરી ચાય પે ચર્ચા
આ પણ વાંચો - મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટ, જુઓ Video