Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકસભા ચૂંટણીની તૈયારીમાં Congress, જાણો મુકુલ વાસનિકે શું કહ્યું

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) ની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી જોવા મળી રહી છે. એક તરફ જ્યા ભાજપ સતત મજબૂત બની રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં નારાજગીના દૌર શરૂ થઇ ગયા છે....
02:59 PM Jan 25, 2024 IST | Hardik Shah

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) ની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી જોવા મળી રહી છે. એક તરફ જ્યા ભાજપ સતત મજબૂત બની રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં નારાજગીના દૌર શરૂ થઇ ગયા છે. એક પછી એક કોંગી નેતાઓ પક્ષને છોડી ભાજપ (BJP) માં જોડાઇ રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા (C.J.Chavda) એ રાજીનામું આપ્યું હતું. હજુ તો આ નેતાએ પક્ષનો ત્યાગ જ કર્યો છે કે સમાચાર આવ્યા હતા કે, પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, આ અંગે તેમણે બાદમાં ખુલાસો કર્યો કે અફવાઓ છે અને તેના પર ધ્યાન આપવામાં ન આવે. સુત્રોની માનીએ તો ભલે અર્જુન મોઢવાડિયાએ પક્ષને છોડ્યો ન હોય પણ તે નારાજ છે તેવી ચર્ચાઓ સતત થઇ રહી છે.

લોકસભાની ચૂંટણીની તૈયારીમાં કોંગ્રેસ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ની નારાજગીના સમાચાર વચ્ચે તેઓ કોંગ્રેસ ભવન (Congress Bhavan) પહોંચ્યા છે. જ્યા આજે ચૂંટણી સમિતિની વિશેષ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, વિમલ ચુડાસમા, અમિત ચાવડા, જ્ઞાસુદ્દીન શેખ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ લોકસભાની ચૂંટણી (Loksabha Election) ને લઇને હોવાનું કહેવાઇ રહ્યું છે. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ક્યાં મુદ્દાઓ મહત્વના રેહશે અને આગળની રણનીતિને કેવી રહેશે તે અંગે ચર્ચાઓ થશે. ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ઈલેક્શન કમિટીની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે (Mukul Wasnik) હાજરી આપી હતી. તેમણે મીડિયા સાથે લોકસભાની ચૂંટણીને લઇને વાત કરતા કહ્યું હતુ કે, આ બેઠકમાં અમે 26 લોકસભા બેઠક પરના ઉમેદવાર અંગે મંથન કરીશું. આ બેઠકમાં સમગ્ર વિષય પર ચર્ચા થયા બાદ પેનલ તૈયાર કરી દિલ્હી હાઇકમાન્ડને નામ મોકલીશું. તેમણે આગળ કહ્યું કે,  ગુજરાતમાં 26 બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં તમામ લોકોની સલાહ લેવામાં આવશે.

મુકુલ વાસનિકના ભાજપ પર શાાંબ્દિક પ્રહાર

કોંગ્રેસ પાર્ટીમાં એક પછી એક નેતાઓ છૂટા થઇ રહ્યા છે ત્યારે આ મુદ્દે મુકુલ વાસનિકે ભાજપ પર શાાંબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ જે કરે છે તે રાજનીતિ લોકતંત્ર માટે નુકસાનકારક છે. તેમણે આગળ કહ્યું કે, અમારી પાર્ટીના જે પણ નેતાઓ અમારાથી અલગ થયા છે તેના ઘણા કારણો હોઇ શકે છે. ભાજપ પૈસાના દમ પર આવી રાજનીતિ કરી રહી છે, જે દેશ માટે યોગ્ય નથી. ભાજપની રાજનીતિ અહંકારભરી રહી છે. ગત 10 વર્ષમાં તેમણે શું કર્યું એનો તેમણે જનતાને હિસાબ આપવો જોઇએ. નારાજ નેતાઓ વિશે તેમણે કહ્યું કે, જે પણ અમારા નેતાઓ નારાજ છે તેમની સાથે અમે વાર્તાલાભ કરીને કોઇને કોઇ રસ્તો શોધી કાઢીશું.

Mukul Vasnik એ શું કહ્યું, લિંક પર ક્લિક કરી જાણો

આ પણ વાંચો - Republic Day : ગણતંત્ર દિવસ નિમિત્તે રાજ્યના 17 સહિત 1132 જવાનો મેડલથી કરવામાં આવશે સન્માનિત

આ પણ વાંચો – Vadodara News : વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPCongressGujaratGujarat CongressGujarat FirstGujarat NewsLok Sabha Election 2024Lok-Sabha-electionloksabha electionloksabha election 2024MUKUL VASNIKMukul Wasnik
Next Article