Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી-હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 'કોંગ્રેસ અને આપ' ના રસ્તા અલગ અલગ

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and Aam Aadmi Party) વચ્ચે All is Well નથી. આ વિશે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Congress General Secretary Jairam Ramesh)  ગુરુવારે કહ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી (Delhi and Haryana...
08:22 PM Jul 04, 2024 IST | Hardik Shah
Congress and AAP

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and Aam Aadmi Party) વચ્ચે All is Well નથી. આ વિશે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Congress General Secretary Jairam Ramesh)  ગુરુવારે કહ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી અને હરિયાણા વિધાનસભા ચૂંટણી (Delhi and Haryana assembly elections) માં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરવાનો કોઈ અવકાશ નથી. જો કે, મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ (INDIA) અકબંધ રહેશે. રમેશે કહ્યું કે, કોંગ્રેસ અને સહયોગી દળોના નેતાઓ જે રાજ્યોમાં ઈચ્છે છે ત્યાં આ ગઠબંધન અકબંધ રહેશે.

શું INDIA ગઠબંધનમાં પડશે તિરાડ?

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and AAP) બંને INDIA ગઠબંધનના ઘટક છે. લોકસભા ચૂંટણીમાં દિલ્હી અને હરિયાણામાં બંને પક્ષો એકસાથે લડ્યા હતા, પરંતુ પંજાબમાં બંને અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ INDIA ગઠબંધન અકબંધ રહેશે, તો જયરામ રમેશે કહ્યું કે, ઝારખંડની વિધાનસભા ચૂંટણી સુધી તે અકબંધ રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અકબંધ રહેશે. પંજાબમાં INDIA ગઠબંધન નથી. હરિયાણામાં (લોકસભા ચૂંટણીમાં) એક બેઠક આમ આદમી પાર્ટી (AAP) ને આપવામાં આવી હતી, મને નથી લાગતું કે ત્યાં (વિધાનસભાની ચૂંટણીમાં) INDIA ગઠબંધન અકબંધ રહેશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી નિવેદન આવ્યું છે કે વિધાનસભા ચૂંટણી માટે INDIA ગઠબંધન નહીં હોય.

હરિયાણા-દિલ્હીમાં ગઠબંધનનો કોઈ અવકાશ નથી

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, મેં પશ્ચિમ બંગાળના સંદર્ભમાં કહ્યું હતું કે INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી માટે છે. જે રાજ્યોમાં અમારા નેતાઓ અને અન્ય પક્ષોના નેતાઓ ગઠબંધન ઈચ્છે છે, ત્યાં ગઠબંધન થશે. તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે ગઠબંધન છે અને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) સાથે ગઠબંધન છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દિલ્હી અને હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે તો રમેશે કહ્યું કે, એવી કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો - Advani Health Update : લાલકૃષ્ણ અડવાણીની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર

આ પણ વાંચો - Hathras Stampede : બાબાએ કહ્યું – હું આ ઘટના માટે નથી જવાબદાર, હું તો…

Tags :
Aam Aadmi PartyAAPAAP-CONG allianceAssembly Elections 2023coalitionCoalition StabilityCongressCongress-AAP allianceDelhi Assembly ElectionDelhi Assembly ElectionsDelhi-Haryana AllianceElection StrategyGujarat FirstHardik ShahHaryana Assembly ElectionHaryana assembly electionsIndiaINDIA allianceJairam RameshJharkhand ElectionsJharkhand Mukti MorchaJMMLok Sabha ElectionsMaharashtra ElectionsNationalist Congress PartyNCPPolitical RiftPunjab ElectionsShiv Sena
Next Article