ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

રાહુલ ગાંધી પર ચિરાગ પાસવાનનો કટાક્ષ, કહ્યું - કોઈની સામે આંગળી ચીંધતા પહેલા...

Chirag Paswan Speech in Lok Sabha : આજે ઓમ બિરલા (Om Birla) બીજી વખત લોકસભાના અધ્યક્ષ (Speaker of the Lok Sabha) તરીકે ચૂંટાયા છે. તેમની પસંદગી બાદ થોડા સમય પૂરતો સંસદમાં માહોલ સામાન્ય હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)...
03:29 PM Jun 26, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
Chirag Paswan

Chirag Paswan Speech in Lok Sabha : આજે ઓમ બિરલા (Om Birla) બીજી વખત લોકસભાના અધ્યક્ષ (Speaker of the Lok Sabha) તરીકે ચૂંટાયા છે. તેમની પસંદગી બાદ થોડા સમય પૂરતો સંસદમાં માહોલ સામાન્ય હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Leader of Opposition Rahul Gandhi) તેમને અધ્યક્ષ ચેર સુધી લઈ ગયા. આ પછી, જ્યારે તેમને અભિનંદન આપવાનો અવસર આવ્યો, ત્યારે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બંધારણની રક્ષાની આશા વ્યક્ત કરી. આ સિવાય તેમણે સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે તમે વિપક્ષને નિયંત્રણમાં રાખો. અમે આશા રાખીએ છીએ કે તમે શાસક પક્ષ પર પણ નિયંત્રણ રાખશો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને (Chirag Paswan) રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો.

જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો ત્યારે...

લોકસભાના અધ્યક્ષની પસંદગી બાદ શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને બીજી વખત અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તે પછી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ પોતાના ભાષણ દ્વારા સ્પીકર અને એક રીતે સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. પછી વારો આવ્યો ચિરાગ પાસવાન (Chirag Paswan) નો, જે પોતાને વડાપ્રધાન મોદીના હનુમાન પણ કહે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો તો બાકીની ચાર આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે. ચિરાગ પાસવાને કહ્યું, 'ઘણી વખત જ્યારે વિપક્ષ દ્વારા ઘણી વાતો કહેવામાં આવે છે, ત્યારે હું કહીશ કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો, તો બાકીની આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે.'

અપેક્ષા રાખો છો તો ધ્યાન પણ રાખો ઘણા રાજ્યોમાં તમારી સરકાર છે..

ચિરાગ પાસવાને કહ્યું, 'જ્યારે તમે સત્તાધારી પક્ષ પાસેથી અપેક્ષા રાખો છો, ત્યારે એ પણ ધ્યાનમાં રાખો કે ઘણા રાજ્યોમાં જ્યાં તમારી સરકાર છે, ત્યાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને તમારા છે. તેથી, જો તમે અન્ય લોકો પાસેથી સમાન વર્તનની અપેક્ષા રાખો છો, તો તમારે પણ સમાન વર્તન બતાવવું જોઈએ. LJP રામવિલાસ નેતા ચિરાગ પાસવાને સ્પીકર ઓમ બિરલાની પ્રશંસા કરતા કહ્યું કે તમે 17મી લોકસભામાં યુવાનો અને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ખૂબ જ પ્રશંસનીય પગલું હતું. પાસવાને કહ્યું કે, તમે છેલ્લા 5 વર્ષમાં દરેક પ્રકારના વિચાર વ્યક્ત કરવાની તક આપી છે. તમે છેલ્લા 5 વર્ષમાં લીધેલા નિર્ણયોથી બંધારણની ગરિમા જળવાઈ રહી અને લોકશાહી પણ મજબૂત થઈ. અમે જ્યાં પણ ચૂંટણી લડવાના હતા ત્યા લડી ચુક્યા છે. હવે અમારી જવાબદારી છે કે અમે પોતપોતાના વિસ્તારના મુદ્દાઓને ઉજાગર કરીએ અને દેશને આગળ લઈ જવાની જવાબદારી સાથે કામ કરીએ.

રાહુલ-અખિલેશના હુમલા બાદ ચિરાગે કહ્યું

ચિરાગ પાસવાનનું આ નિવેદન રાહુલ ગાંધી અને અખિલેશના સંબોધન પછી સામે આવ્યું. પોતાના નિવેદનમાં ચિરાગ પાસવાને રાહુલ ગાંધીની એ માંગ તરફ ઈશારો કર્યો હતો જેમાં તેમણે સરકાર પાસેથી ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ્યું હતું. સ્પીકર પદ માટે ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ સરકાર પાસે ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી હતી. ચિરાગે આ જ સંદર્ભમાં ગૃહમાં આ વાત કહી હતી. આ સાથે જ તેમણે પોતાના સંબોધનમાં અખિલેશનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.

અખિલેશ યાદવે શું કહ્યું?

અખિલેશે લોકસભા સ્પીકરને વિપક્ષની સાથે સાથે શાસક પક્ષ પર અંકુશ લગાવવા કહ્યું હતું. ઓમ બિરલાને અભિનંદન આપતાં અખિલેશે કહ્યું હતું કે તમે જે પદ પર છો તેની સાથે ઘણી ભવ્ય પરંપરાઓ જોડાયેલી છે. અમે આશા રાખીએ છીએ કે તમે નિષ્પક્ષ રહેશો અને દરેક સાંસદને સાંભળશો. તમે લોકશાહીના ન્યાયાધીશ તરીકે બેઠા છો. તમારું નિયંત્રણ વિપક્ષની સાથે સાથે શાસક પક્ષ પર પણ હોવું જોઈએ. ગૃહ તમારી સૂચનાઓ પર ચાલવું જોઈએ, તેનાથી વિરુદ્ધ ન થવું જોઈએ. અમે તમારા દરેક ન્યાયી નિર્ણય સાથે ઉભા છીએ.

આ પણ વાંચો - Asaduddin Owaisi ની એક ભૂલથી જઇ શકે છે તેમનું સભ્યપદ

આ પણ વાંચો - રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અપાવી સંવિધાનની યાદ, કહ્યું- કરીશું સહયોગ પણ…

Tags :
Akhilesh YadavChirag PaswanChirag Paswan newsChirag Paswan speechcongratulationsConstitutionDemocratic PrinciplesDeputy Speaker PositionFairnessGovernment ExpectationsIndia NewsLeader of Opposition Rahul GandhiLok Janshakti PartyLok Sabha Traditionnational newsOath-takingom birlaopposition partyParliament SessionParliamentary ConductPrime Minister Narendra Modirahul gandhi newsrahul-gandhiRam VilasRuling PartySpeaker of the Lok SabhaState GovernmentsYouth and Women Encouragement