Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parliament Session 2024 : નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે રિપોર્ટ, 2025માં પણ મજબૂત વૃદ્ધિનો અંદાજ

Parliament Budget Session 2024 : સંસદમાં આજથી ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો. આ પહેલા વિપક્ષે સરકારને ઘેરવાનો...
parliament session 2024   નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે રિપોર્ટ  2025માં પણ મજબૂત વૃદ્ધિનો અંદાજ
Advertisement

Parliament Budget Session 2024 : સંસદમાં આજથી ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો. આ પહેલા વિપક્ષે સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પેપર લીક (Paper Leak) નો મુદ્દો ગૃહમાં મહત્વનો બન્યો છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે પેપર લીક એક ગંભીર મુદ્દો છે. પરીક્ષા વ્યવસ્થામાં ગરબડ જોવા મળી રહી છે. જ્યારે અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું છે કે સરકારે પેપર લીકમાં રેકોર્ડ બનાવ્યો છે. સ્પીકરે કહ્યું કે પરીક્ષા પ્રણાલી પર સવાલ ઉઠાવવા એ ખોટું છે. અગાઉની સરકારોમાં પણ પેપર લીક થયા હતા. આ સિવાય લોકસભામાંથી એક મોટું અપડેટ એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2023-24 રજૂ કર્યો.

દેશની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં : સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) સોમવારે કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા (Country's Economy) મજબૂત સ્થિતિમાં છે, અને નાણાકીય વર્ષ 2025 દરમિયાન તે 6.5 થી 7 ટકા વૃદ્ધિની અપેક્ષા છે. કેન્દ્રીય બજેટ 2024 (Union Budget 2024) રજૂ કરવાના એક દિવસ પહેલા સોમવારે આર્થિક સર્વે 2023-24 (Economic Survey 2023-24) રજૂ કરતા, નિર્મલા સીતારમણે કહ્યું, "2024-25માં ભારતીય અર્થતંત્ર (Indian Economy) નો વિકાસ દર 6.5-7 ટકા રહેવાનો અંદાજ છે..." આર્થિક સર્વેક્ષણ મુજબ, ભારતીય નાણાકીય ક્ષેત્રનો દૃષ્ટિકોણ ઉજ્જવળ છે, અને સામાન્ય ચોમાસાની અપેક્ષાઓ અને આયાતના ભાવમાં નરમાઈથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ફુગાવાના અંદાજો (Reserve Bank of India's inflation projections) ને વેગ મળે છે. આર્થિક સર્વે અનુસાર, અનિશ્ચિત વૈશ્વિક આર્થિક પ્રદર્શન છતાં, સ્થાનિક વૃદ્ધિના ચાલકોએ નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિને ટેકો આપ્યો હતો.

Advertisement

Advertisement

સરકારનું બેરોજગારી મુદ્દે નોંધપાત્ર ધ્યાન

વધુમાં, ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો અને તેની અસર ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય નીતિના વલણને અસર કરી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેમાં નોંધ્યું છે કે, સરકાર બેરોજગારી મુદ્દે નોંધપાત્ર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમજ સરકાર રોજગાર સર્જનમાં વધારો, બિન-ઔપચારિક ક્ષેત્રનું ઔપચારિક ક્ષેત્રમાં એકીકરણ તથા કામના સ્થળે મહિલા શ્રમમાં વધારો કરવા પર ફોકસ કરી રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'વ્યવસાય કરવામાં સરળતા લાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જવાબમાં લગભગ 11 પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માઈક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને એ સુનિશ્ચિત કર્યું કે બાહ્ય પડકારોની ભારતના અર્થતંત્ર પર ન્યૂનતમ અસર પડે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ચૂંટણી 2024 પહેલા આ વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલ સામાન્ય બજેટ એક વચગાળાનું બજેટ હતું, તેથી તે સમયે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો ન હતો, તેથી તેને હવે રજૂ કરવામાં આવ્યો છે.

આર્થિક સર્વે શું છે...?

દર વર્ષે કેન્દ્ર સરકાર આર્થિક સર્વે રજૂ કરે છે, જે નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે દેશના મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. સર્વે તૈયાર થયા બાદ નાણા સચિવ તેની તપાસ કરે છે અને તે પછી નાણામંત્રી પાસેથી અંતિમ મંજૂરી લેવામાં આવે છે. બજેટ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલો આર્થિક સર્વે મહત્વનો દસ્તાવેજ છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક સૂચકાંકો વિશે માહિતી આપવાનો છે. આ સર્વેમાં ચાલુ વર્ષ માટેની આર્થિક આગાહીઓ પણ રજૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો: 'દેશને નકારાત્મકતાની જરૂર નથી...' PM મોદીની બજેટ પહેલા વિપક્ષને અપીલ

Tags :
Advertisement

Trending News

.

×