Chandrababu Naidu : ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણે લીધા શપથ, PM મોદી અને અમિત શાહ રહ્યા હાજર...
TDP સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ CM તરીકે શપથ લીધા છે. તેઓ ચોથી વખત આંધ્રપ્રદેશના CM બન્યા છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના સપથ લેવડાવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ની સાથે પવન કલ્યાણે પણ શપથ લીધા છે. તેઓ નવી સરકારમાં ડેપ્યુટી CM પદ સંભાળવાના છે. ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu) આ પહેલા ત્રણ વખત રાજ્યના CM રહી ચૂક્યા છે. આ સમારોહમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત NDA ના અનેક મહાનુભાવો હાજર હતા. ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ના શપથગ્રહણ બાદ તરત જ PM નરેન્દ્ર મોદી તેમને ગળે મળ્યા અને અભિનંદન પાઠવ્યા હતા.
25 સભ્યોની મંત્રી પરિષદ...
ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ના નેતૃત્વમાં કુલ 25 સભ્યોની મંત્રી પરિષદ શપથ લઇ રહી છે. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ NDA ના નેતૃત્વવાળી સરકારમાં ડેપ્યુટી CM હશે. મંત્રીઓની યાદીમાં જનસેના પાર્ટીના ત્રણ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મંત્રીનો સમાવેશ થાય છે. બાકીના તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના છે. શપથગ્રહણ સમારોહમાં સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ સ્ટેજ પર હાજર હતા.
PM મોદી, અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર...
મંત્રી પરિષદમાં ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ના પુત્ર અને TDP ના મહાસચિવ નારા લોકેશ, TDP ના આંધ્રપ્રદેશ એકમના પ્રમુખ કે અચન્નાયડુ અને જનસેના પાર્ટીના રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નડેન્દલા મનોહરનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને અન્ય કેન્દ્રના મંત્રીઓ, NDA સહયોગી પક્ષોના નેતાઓ અને કટલાક રાજ્યોના પ્રધાનો હાજર રહ્યા હતા. નાયડુએ મંગળવારે મોડી રાત્રે અમરાવતીમાં તેમના નિવાસ્થાને અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક બાદ તેમના મંત્રી પરિષદને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
નાયડુની કેબિનેટમાં 17 નવા ચહેરાઓ...
નાયડુની મંત્રી પરિષદમાં 17 નવા ચહેરાઓ જોવા મળ્યા છે. બીજા આગાઉ પર મંત્રી રહી ચૂક્યા છે. TDP પ્રમુખે એક પદ ખાલી રાખ્યું છે. મંત્રી પરિષદમાં ત્રણ મહિલાઓ છે. વરિષ્ઠ નેતા અને મોહમ્મદ ફારુક મંત્રી પરિષદમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. મંત્રીઓની યાદીમાં પછાત વર્ગના આઠ, અનુસૂચિત જાતિના ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી એકનો સમાવેશ થાય છે. નાયડુએ કમ્મા અને કાપુ સમુદાયમાંથી ચાર-ચાર મંત્રીઓને સામેલ કર્યા છે. રેડ્ડીના ત્રણ અને વૈશ્ય સમુદાયના એકને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો : 18 મી લોકસભાનું સત્ર ક્યારે શરૂ થશે? સંસદીય કાર્ય મંત્રી Kiren Rijiju એ આ આપી જાણકારી…
આ પણ વાંચો : UP Road Accident : ઝૂંપડાની બહાર સૂતો હતો પરિવાર, કાળ બનીને આવ્યો ટ્રક, 8 લોકોના મોત…
આ પણ વાંચો : Lok Sabha Speaker : સાઉથની સુષ્મા સ્વરાજ ગણાતા આ મહિલા…..