Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Population Increase: ‘વધારે બાળકો પેદા કરો’ ચંદ્રબાબુ નાયડુએ લોકોને આપી સલાહ, જાણે શું છે કારણ

રાજ્યના રહેવાસીઓને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી વયોવૃદ્ધોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આપી સલાહ સરકાર પોપ્યુલેશન મેનેજમેન્ટ યોજના પર કામ કરી રહી છેઃ CM Population Increase: ભારતનું એક એવું રાજ્ય કે જ્યાના મુખ્યમંત્રીએ લોકોને વધારે બાળકોને જન્મ આપવાની...
population increase  ‘વધારે બાળકો પેદા કરો’ ચંદ્રબાબુ નાયડુએ લોકોને આપી સલાહ  જાણે શું છે કારણ
  1. રાજ્યના રહેવાસીઓને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી
  2. વયોવૃદ્ધોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આપી સલાહ
  3. સરકાર પોપ્યુલેશન મેનેજમેન્ટ યોજના પર કામ કરી રહી છેઃ CM

Population Increase: ભારતનું એક એવું રાજ્ય કે જ્યાના મુખ્યમંત્રીએ લોકોને વધારે બાળકોને જન્મ આપવાની સલાહ આપી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ રાજ્યના રહેવાસીઓને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે. તેમણે આ ભલામણ રાજ્યમાં વયોવૃદ્ધોની વધતી સંખ્યા (Population Increase)ને ધ્યાનમાં રાખીને આપી છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શનિવારે જણાવ્યું કે, સરકાર પોપ્યુલેશન મેનેજમેન્ટ યોજના પર કામ કરી રહી છે, જેમાં વધુ બાળકો ધરાવતા પરિવારને ઇન્સેન્ટિવ અને છૂટો પ્રદાન કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

Advertisement

નવા કાયદા માટે પ્રદેશ સરકાર વિચાર કરી રહીં છેઃ નાયડૂ

વધુમાં મુખ્યંમત્રી ચંદ્રબાબુ નાયડૂએ જણાવ્યું કે, સરકાર એક કાયદા પર પણ વિચાર કરી રહી છે, જેમાં ફક્ત તે વ્યક્તિઓને સ્થાનિક સ્વાયત્ત પાલિકા ચૂંટણીમાં ભાગ લેવા મળશે, જેમના બે કે વધુ બાળક છે. તેમણે યાદ કરાવ્યું કે અગાઉના કાયદામાં વધુ બાળકો ધરાવતા લોકો ચૂંટણી નહીં લડી શકતા હતા, પરંતુ હવે તે કાયદાને રદ્દ કરવામાં આવી રહ્યો છે. હવે જેને વધારે બાળકો હશે તેને વધારે સવલતો આપવાનો વિચાર સરકાર કરી રહીં છે.

આ પણ વાંચો: Jharkhand ચૂંટણી માટે BJP ની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

Advertisement

વસ્તી વધારા માટે મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ

દક્ષિણ ભારતની પ્રસંગિકતા દરમાં ઉછાળો લાવવાની ચિંતા વ્યક્ત કરતા, ચંદ્રબાબુ નાયડૂએ જણાવ્યું કે, અહીંનો ફર્ટિલિટી રેટ 1.6 ટકા છે, જે રાષ્ટ્રીય દર 2.1 ટકાથી નીચે છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો 2047 સુધીમાં ભારતમા વૃદ્ધોની સંખ્યા નોંધપાત્ર વધશે. તેમણે કહ્યું કે, દક્ષિણ ભારતમાં યુવા લોકો વિદેશમાં અને અન્ય ભાગોમાં પ્રવ્રતિ કરી રહ્યા છે, જેના પરિણામે માનવ સંખ્યાની સમસ્યા વધી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ-JMM ગઠબંધનમાં સીટ વહેંચણીનો મુદ્દો ગરમાયો! જાણો CM હેમંત સોરેને શું કહ્યું

Advertisement

આંધ્રપ્રદેશમાં વધતી જતી વૃદ્ધ વસ્તી ચિંતાનો વિષય

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે જો કે અમને 2047 સુધી ડેમોગ્રાફિક ફાયદો છે. પરંતુ દક્ષિણના રાજ્યો, ખાસ કરીને આંધ્રપ્રદેશમાં વધતી જતી વૃદ્ધ વસ્તી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે જાપાન, ચીન સહિત કેટલાક યુરોપિયન દેશો પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આ સમસ્યા દક્ષિણ ભારતમાં થઈ રહી છે કારણ કે યુવાનો દેશના અન્ય ભાગોમાં અથવા વિદેશમાં જઈ રહ્યા છે. જેથી લોકોને વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી છે.

આ પણ વાંચો: ભારતીય વિમાનોને બોમ્બની ખોટી ધમકીઓ મળતા એરલાઈન્સને થઇ રહ્યું છે આર્થિક નુકસાન

Tags :
Advertisement

.