Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રજનીકાંતે આ ફિલ્મમાં 1 મિનિટ માટે વસૂલ્યા 1 કરોડ કરતાં પણ વધારે રૂપિયા

સિનેમાજગતના કલાકારોના જીવનમાં ફેમ એક મહત્વનું પાસું છે. આપણે જ્યારે ભારતીય સિનેમા જગતના સુપરસ્ટારની વાત કરીએ છીએ ત્યારે આપના મનમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે પછી રાજેશ ખન્નાનું નામ આવે છે. પરંતુ દક્ષિણ ભારતના રજનીકાંતની વાત કઈક અલગ...
રજનીકાંતે આ ફિલ્મમાં 1 મિનિટ માટે વસૂલ્યા 1 કરોડ કરતાં પણ વધારે રૂપિયા

સિનેમાજગતના કલાકારોના જીવનમાં ફેમ એક મહત્વનું પાસું છે. આપણે જ્યારે ભારતીય સિનેમા જગતના સુપરસ્ટારની વાત કરીએ છીએ ત્યારે આપના મનમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે પછી રાજેશ ખન્નાનું નામ આવે છે. પરંતુ દક્ષિણ ભારતના રજનીકાંતની વાત કઈક અલગ જ છે. રજનીકાંતના ફેન્સ નથી પરંતુ રજનીકાંતના ભક્તો છે, જી હા રજનીકાંતનો હોદો દક્ષિણ ભારતમાં તેમના પ્રેમીઓના મનમાં એક કલાકાર કરતાં થોડો ઉપર છે.

Advertisement

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સખત મહેનત કરે છે અને સફળ થવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે રીતે રજનીકાંત એ એક સામાન્ય બસ કંડકટરથી એક સુપરસ્ટાર બનવાનો સફર ખેડ્યો છે, તે અદભૂત છે. હવે રજનીકાંત સાથે જોડાયેલ એક નવા સમાચાર સામે આવ્યા છે.  રજનીકાંતે તેની એક ફિલ્મ માટે એક મિનિટ માટે એક કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જી હા તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ વાત તદન સાચી છે.

Advertisement

'લાલ સલામ' માટે લીધી અધધધ આટલી ફી 

આ દિવસોમાં રજનીકાંત તેમની આગામી ફિલ્મ 'લાલ સલામ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને ડાઇરેક્ટ રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં તો નથી તેમનો ફક્ત 30 થી 40 મિનિટ કેમિયો અને જેના માટે રજનીકાંતે 40 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી છે.  જે મુજબ એક મિનિટ માટે અભિનેતાની ફી 1 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ છે.

Advertisement

'લાલ સલામ'નું તાજેતરમાં જ રિલીઝ થયેલું ટ્રેલર

રજનીકાંતની આ ફિલ્મનું હાલમાં જ  ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.  ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકોમાં તેની ઉત્તેજના વધુ વધી ગઈ છે. જોવાનું એ રહે છે કે રજનીકાંતની ફિલ્મ શું અજાયબી કરી શકે છે?

72 વર્ષે પણ BEAST રજનીકાંત 

રજનીકાંત જ્યારે તેમની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે તેમને તેમના દેખાવના કારણે અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, અભિનેતાના ઘેરા રંગના કારણે, ફિલ્મ નિર્માતાઓએ તેને કાસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ પછી પણ તેણે મહેનત કરવાનું બંધ ન કર્યું અને સતત મહેનત ચાલુ રાખી. આનું પરિણામ એ આવ્યું કે આજે રજનીકાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગયા છે અને 72 વર્ષની ઉંમરમાં પણ મોટી ફી વસૂલે છે.

આ પણ વાંચો -- રિલીઝ પહેલા જ TERI BAATON MAIN AISA ULJHA JIYA ની આટલી TICKETS વેચાઈ..

Tags :
Advertisement

.