Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોઇ પણ સમયે ભાજપ સાથે સરકાર બનાવી શકે છે Nitish Kumar : સૂત્ર

Nitish Kumar : બિહારમાં એકવાર ફરી રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ INDI ગઠબંધન (INDIA) એકતા બતાવવાનો પ્રયત્ન કરે છે અને બીજી તરફ થોડા વાદ વિવાદ થતા જ જાણે આ એકતાને ગ્રહણ લાગી જાય છે. તાજતેરમાં INDI ગઠબંધનને...
કોઇ પણ સમયે ભાજપ સાથે સરકાર બનાવી શકે છે nitish kumar   સૂત્ર

Nitish Kumar : બિહારમાં એકવાર ફરી રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ INDI ગઠબંધન (INDIA) એકતા બતાવવાનો પ્રયત્ન કરે છે અને બીજી તરફ થોડા વાદ વિવાદ થતા જ જાણે આ એકતાને ગ્રહણ લાગી જાય છે. તાજતેરમાં INDI ગઠબંધનને લઇને જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોની માનીએ તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) કોઇ પણ સમયે ભાજર સાથે હાથ મીલાવી શકે છે.  આ ચર્ચાઓ વચ્ચે બિહારમાં રાજકીય સંઘર્ષ વધુ ઉગ્ર બનશે તેવું સુત્રો કહી રહ્યા છે.

Advertisement

બિહારમાં રાજનીતિ ગરમાઈ

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, JDU ના વડા નીતિશ કુમાર (Nitish Kunar) આ રવિવારે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપ સાથે તેમની મિત્રતાની પુષ્ટિ થઈ છે. સૂત્રોએ આ માહિતી આપી છે. તેમનું એમ પણ કહેવું છે કે નવી સરકાર જૂની ફોર્મ્યુલા પર જ રચાશે. નવી સરકારમાં ભાજપ (BJP) ના ક્વોટામાંથી બે મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે સુશીલ મોદી (Sushil Modi) ને હટાવ્યા બાદ ભાજપે બિહારમાં બે ડેપ્યુટી સીએમ (Deputy CM) ની ફોર્મ્યુલા આપી હતી. મળી રહેલી માહિતી અનુસાર, શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજાઈ શકે છે. નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. સૌથી નવાઈની વાત એ છે કે, સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર આગામી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે અને ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી શકે છે.

બિહારમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે?  

નીતિશ કુમારની લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાની શરત પર હજુ પણ સસ્પેન્સ છે. જણાવી દઈએ કે નીતિશ કુમારે મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને આરજેડી પાસેથી પણ આ જ માંગ કરી હતી. જોકે, તેમણે જેડીયુની શરત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ મામલે ભાજપનું વલણ શું રહેશે તેના પર સૌની નજર ટકેલી છે.

Advertisement

પટના અને દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ

પટના અને દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પટનામાં ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને આજે હાજર રહેવા કહ્યું છે. ભાજપ હાઈકમાન્ડ સાંજે 4 વાગે ભાજપના સહયોગી પક્ષો સાથે બેઠક કરશે તેવા અહેવાલ છે. લાલુ યાદવ તેમના નજીકના નેતાઓ સાથે પણ બેઠક કરી શકે છે.

Advertisement

ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા તૈયાર

ભાજપના સૂત્રોમાંથી સમાચાર આવી રહ્યા છે કે નીતિશને જ કમાન સોંપવામાં આવી શકે છે. નીતિશ લોકસભા ચૂંટણી સુધી મુખ્યમંત્રી બની શકે છે. બિહારમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. ભાજપ વતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે સમગ્ર પ્રચારમાં વ્યસ્ત છે. ગુરુવારે રાત્રે અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે વાતચીત થઈ હતી. નડ્ડાએ તેમનો કેરળ પ્રવાસ રદ કર્યો છે. બીજેપી તેના એનડીએ સહયોગી જીતનરામ માંઝી અને ચિરાગ પાસવાન સાથે પણ સતત વાત કરી રહી છે.

આ પણ વાંચો - Republic Day : જાણો આજના દિવસે જ કેમ મનાવવામાં આવે છે ગણતંત્ર દિવસ, જાણો ઈતિહાસ

આ પણ વાંચો - 26 January: મુખ્ય મહેમાનની પસંદગી કોણ કરે છે? કોને આપવામાં આવે છે મહત્વ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.