Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BUDGET 2024 : પહેલી વાર નોકરી કરતા યુવાનો માટે આવી મોટી ખુશખબરી, બજેટમાં કરાઇ આ ખાસ જાહેરાત

નાણામંત્રી NIRMALA SITHARAMAN એ આજે MODI 3.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રી દ્વારા ઘણી અગત્યની જાહેરાતો કરી છે. બજેટમાં ખાસ કરીને EPFOને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં NIRMALA SITHARAMAN દ્વારા પાંચ યોજનાઓ માટે 2 લાખ...
budget 2024   પહેલી વાર નોકરી કરતા યુવાનો માટે આવી મોટી ખુશખબરી  બજેટમાં કરાઇ આ ખાસ જાહેરાત

નાણામંત્રી NIRMALA SITHARAMAN એ આજે MODI 3.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રી દ્વારા ઘણી અગત્યની જાહેરાતો કરી છે. બજેટમાં ખાસ કરીને EPFOને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં NIRMALA SITHARAMAN દ્વારા પાંચ યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરાઇ છે. બજેટમાં પ્રથમ વખત નોકરી મેળવનારા નાગરિકો માટે ખાસ ભેટ આપવામાં આવી છે. નાણામંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે - સંગઠિત ક્ષેત્રમાં પહેલીવાર નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે.

Advertisement

બજેટમાં ખાસ રજૂઆત કરતા સમય દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે - આખું વર્ષ અને તે પછી પણ આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.

Advertisement

નોકરી કરતા લોકો માટે કરાઇ આ ખાસ જાહેરાત

  • એમ્પ્લોયર અને કર્મચારી બંનેને રોજગારના પ્રથમ ચાર વર્ષમાં EPFO ​​યોગદાન હેઠળ સીધું પ્રોત્સાહન આપવામાં આવશે
  • EPFO હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા કર્મચારીઓને એક મહિનાના પગારના રૂ. 15,000 સુધીની રકમ સીધા લાભ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે.
  • એમ્પ્લોયરોને ટેકો આપવા માટે, સરકારે બજેટમાં કહ્યું કે વધારાના કર્મચારીઓના માસિક યોગદાનને બે વર્ષ માટે 3,000 રૂપિયા સુધીની ભરપાઈ કરવામાં આવશે

બજેટમાં આ 9 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી

1. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા

2. રોજગાર અને કૌશલ્ય વિકાસ

Advertisement

3. સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય

4. ઉત્પાદન અને સેવાઓ

5. શહેરી વિકાસ

6. ઊર્જા સુરક્ષા

7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર

8. નવીનતા, સંશોધન અને વિકાસ

9. નેક્સ્ટ જનરેશનના સુધારા

આ પણ વાંચો : Budget 2024: મોદી સરકાર 3.0 ની આ 9 પ્રાથમિકતાઓ પર થશે વિકાસ, નાણાંમંત્રીએ કરી જાહેરાત

Tags :
Advertisement

.