Border-Gavaskar Trophy : બીજી ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે, ક્યાં અને કેવી રીતે જોવી ? જાણો અહીં
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) રમાઈ રહી છે. આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી જે ભારતે 295 રનથી જીતી હતી. ત્યારે હવે આ સિરીઝની બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે. જો કે, પહેલી ટેસ્ટ મેચમાં અંગત કારણોસર રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગિલ ઈજાના કારણે રમી શક્યા નહોતા. પરંતુ, બીજી ટેસ્ટમાં બંને ખેલાડી વાપસી કરી શકે છે. જેથી, ભારતીય બેટિંગ ઓર્ડર વધુ મજબૂત બનશે. અહીં, અમે તમને જણાવીશું કે બીજી ટેસ્ટ મેચ ક્યારે અને ક્યાં રમાશે ? આ મેચ TV અને મોબાઈલ પર કેવી રીતે જોઈ શકાશે ?
આ પણ વાંચો - ICC માં સૌથી યુવા અધ્યક્ષ તરીકે Jay Shah એ કાર્યભાળ સંભાળ્યો
Shubman Gill hits the nets for the first time since his thumb injury that forced him to miss the Perth Test.
Here’s how the star batter is shaping up! #TeamIndia | #AUSvIND | @ShubmanGill pic.twitter.com/sZtbvQhgLn
— BCCI (@BCCI) November 29, 2024
ક્યારે અને ક્યાં રમાશે બીજી ટેસ્ટ મેચ ?
તમને જણાવી દઈએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) બીજી ટેસ્ટ મેચ Adelaide Oval માં રમાશે. આ મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે. આ ડે નાઇટ ટેસ્ટ હશે અને ગુલાબી બોલથી રમાશે. આવી સ્થિતિમાં આ મેચ (IND vs AUS) ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. તેમ જ ટોસ સવારે 9 વાગે થશે.
આ પણ વાંચો - ASIA CUP 2024 : ભારતનો પાકિસ્તાન સામે શરમજનક પરાજય
LIVE ટેસ્ટ મેચ ક્યાં જોવી ?
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની બીજી ટેસ્ટ મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. મોબાઇલમાં હોટસ્ટાર એપ પર બીજી ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન) (Jasprit Bumrah), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, અભિમન્યુ ઈસ્વારન, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ, વિરાટ કોહલી (ViraT Kohli), ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રૂવ જુરૈલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી. આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
આ પણ વાંચો - દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ