IND vs AUS : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝડકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
- ભારતીય ક્રિકેટ માટે ખરાબ સમાચાર
- પ્રેક્ટિસ દરમિયાન સરફરાઝ ખાન થઈ ઇજા
- સરફરાઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
IND vs AUS:ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન સરફરાઝ ખાન ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝ ખાન કોણીની ઈજા બાદ પર્થમાં મેદાન છોડી ગયો હતો. જોકે સરફરાઝ ખાન(Sarfaraz Khan injured)ની ઈજા અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટની સાથે પ્રશંસકોના હૃદયના ધબકારા ચોક્કસ વધી ગયા છે રફરાઝ ખાને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. હવે ઓસ્ટ્રેલિયા (IND vs AUS)સામેની પર્થ ટેસ્ટ પહેલા સરફરાઝ ખાનની ઈજા ભારતીય ચાહકો માટે સારા સમાચાર નથી.
ટ્રેનિંગ સેશનમાં ઈજાગ્રસ્ત થયા બાદ સરફરાઝ ખાન મેદાન છોડી ગયો હતો.
ફોક્સ સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સરફરાઝ ખાન કોણીની ઈજા બાદ મેદાન છોડી રહ્યો છે. સરફરાઝ ખાન પણ દર્દથી કણસી રહ્યો છે. સરફરાઝ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
Shubman Gill and Sarfaraz Khan Doing Fun together today practice Session ❤️#ShubmanGill pic.twitter.com/ea26yZS5Gx
— JassPreet (@JassPreet96) November 14, 2024
આ પણ વાંચો -Karachi : વિશ્વના સૌથી ખતરનાક બોલિંગ આક્રમણ સામે ઉભો હતો 16 વર્ષનો છોકરો...
સરફરાઝની ઈજા કેટલી ગંભીર છે?
જોકે, એવું જાણવા મળ્યું છે કે ઈજા ગંભીર નથી અને બેટ્સમેનને એમઆરઆઈ કરાવવાની જરૂર નથી. સરફરાઝ પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં રમી શકે છે કારણ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માના પ્રથમ ટેસ્ટમાં રમવા અંગે શંકા છે. રોહિત તેના બીજા બાળકના જન્મ માટે હજુ પણ મુંબઈમાં છે. જો રોહિત સિરીઝની પ્રથમ મેચ માટે ઉપલબ્ધ ન હોય તો લોકેશ રાહુલને યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે કહેવામાં આવી શકે છે, જે મિડલ ઓર્ડરમાં સરફરાઝ માટે જગ્યા બનાવશે.
King Kohli is preparing hard for #BGT - the entire Nation wants Virat to be at his best in this series.
Meanwhile Sarfaraz PR Khan, can't move his oversized body out in time, takes a blow on elbow 😭 #INDvAUS pic.twitter.com/06Birv1rbs— Mihir Jha (@MihirkJha) November 14, 2024
આ પણ વાંચો -Ind Vs Sa:ચોથી T20માં વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન
કોહલી સારા ફોર્મમાં જોવા મળ્યો હતો
બોર્ડર-ગાવસ્કર સિરીઝની શરૂઆત પહેલા પ્રેક્ટિસ સેશનમાં વિરાટ કોહલીએ ઘણો પરસેવો પાડ્યો હતો. કોહલી પણ નેટ્સ સેશન દરમિયાન સારા ફોર્મમાં જોવા મળ્યો હતો અને બોલને સારી રીતે ટાઈમિંગ કરતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેની કાંગારૂ ધરતી પર વિરાટનું જબરદસ્ત સ્વાગત કર્યું છે. દરેક જગ્યાએ વિરાટના નામની ચર્ચા થઈ રહી છે. કોહલીની ટેસ્ટ કરિયર માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ન્યુઝીલેન્ડ સામે વિરાટનું બેટ સંપૂર્ણપણે શાંત હતું. જોકે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોહલીનો રેકોર્ડ મજબૂત રહ્યો છે.