Maharashtra માં BJP ને જ સ્પષ્ટ બહુમતી, દેવેન્દ્ર ફડણવીસે મોહન ભાગવત સાથે કરી મુલાકાત
Maharashtra Assembly Election Results 2024 Live Updates: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ચુક્યો છે. હાલના વલણ અનુસાર મહાયુતી બંપર બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી થઇ હતી. આ વખતે મેચમાં મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે છે. મહાયુતીમાં ભાજપ, શિવસેના(એકનાથશિંદે) અને એનસીપી (અજિત પવાર) નો સમાવેશ થાય છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર) નો સમાવેશ થાય છે.
એનડીએને બહુમતીના હતા એક્ઝિટ પોલમાં સંકેત
મહત્તમ એક્ઝિટ પોલમાં એનડીએના નેતૃત્વવાળી મહાયુતી ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી રહી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના પળેપળના અપડેટ મળી હ્યા છે. મહારાષ્ટ્રના ચૂંટણી વલણમાં મહાયુતિનું તોફાન જોવા મળી રહ્યું છે. મહાયુતી 209 સીટ પર બઢત જોવા મળી રહી છે. ભાજપ પોતાના દમ પર જ 115 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે શિંદે શિવસેના 58 સીટો પર આગળ છે.
ભાજપ પોતાના જ દમ પર સરકાર બનાવે તેવી શક્યતા
મહારાષ્ટ્રના પ્રારંભીક ભાજપના નેતૃત્વ વાળી ભાજપની મહાયુતીને બે તૃતિયાંશ બહુમળી મળી છે અને મહાયુતિ 200 સીટો પર આગળ વધી રહી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડી 74 હજાર પર આગળ ચાલી રહી છે. ભાજપ પોતાના દમ પર 109 સીટો પર આગળ ચાલી રહ્યું છે.
ભાજપને સાથી પક્ષો બાર્ગેન ન કરી શકે તેવી સ્થિતિ
જે પ્રકારની બહુમતી ભાજપની મહાયુતીને મળી છે તે જોતા ભાજપ પોતાના સ્વભાવ અનુસારની સરકાર બનાવી શકશે. જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે તે જોતા ભાજપ પોતાના દમ પર જ સરકાર બનાવવા સક્ષમ બની ચુકી છે. જેના કારણે અન્ય સાથી દળો અથવા તો અપક્ષ ઉમેદવારો પાસે કોઇ મજબુત બાર્ગેનિંગ પાવર નહીં હોય. જેથી ભાજપના જ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. ફડણવીસે સંઘ સુપ્રીમો મોહન ભાગવત સાથે મુલાકાત પણ કરી લીધી છે. જે પ્રકારે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે તેને જોતા હવે તેઓ પોતાના મુખ્યમંત્રી સાથે આગળ વધે તેવી શક્યતા છે. સાથી પક્ષોની મદદ વગર પણ ભાજપ સરકાર બનાવી શકે તેમ છે.