Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Election Results:મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, મહાયુતિએ બહુમતનો આંકડો કર્યો પાર

મહાયુતિની 180 બેઠકો પણ લીડ મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે ટક્કર અમિત ઠાકરે અને આદિત્ય ઠાકરે આગળ Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 95થી વધુ મતદાન થયુ છે. જેમાં સત્તાધારી પક્ષ...
maharashtra election results મહારાષ્ટ્રમાં ભાજપની લહેર  મહાયુતિએ બહુમતનો આંકડો કર્યો પાર
Advertisement
  • મહાયુતિની 180 બેઠકો પણ લીડ
  • મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે ટક્કર
  • અમિત ઠાકરે અને આદિત્ય ઠાકરે આગળ

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 95થી વધુ મતદાન થયુ છે. જેમાં સત્તાધારી પક્ષ મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદચંદ્ર પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.

Advertisement

મહાયુતિની 180 બેઠકો પણ લીડ

મહારાષ્ટ્રમાં બે મોટા ગઠબંધન વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો છે. એકતરફ મહાયુતિએ 195થી વધુ બેઠકો પર લીડ મેળવી છે, તો બીજી તરફ શરૂઆતના વલણમાં મહા વિકાસ અઘાડી મહાયુતિને આકરી ટક્કર આપી રહી હતી. એમવીએ હાલ 60 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

Advertisement

મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે આકરી ટક્કર

વિધાનસભા ચૂંટણીના કાઉન્ટિંગ શરૂ થતાં જ મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે આકરી ટક્કર જોવા મળી છે. શરૂઆતી વલણોમાં જ મહાયુતિ 126 બેઠકો પર તો મહા વિકાસ અઘાડી 124 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. બારામતીમાંથી અજિત પવાર તો નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસ લીડ કરી રહ્યા છે.

અમિત ઠાકરે અને આદિત્ય ઠાકરે આગળ

વર્લી બેઠક પરથી શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરે આગળ છે. જ્યારે માહિમમાંથી અમિત ઠાકરે આગળ ચાલી રહ્યા છે. નવનીત રાણાના પતિ રવિ રાણા પોસ્ટલ બેલેટમાં આગળ છે. દહિસરમાંથી ભાજપના મનીષા ચૌધરી, કાંદિવલી પૂર્વમાંથી ભાજપના અતુલ ભાતખલકર બહુમતી સાથે લીડ કરી રહ્યા છે. ધારાવીમાંથી કોંગ્રેસના જ્યોતિ ગાયકવાડ લીડ પર છે.

મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા ચૂંટણી પંચના અધિકારીઓ

ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર મતગણતરી માટે વહેલી સવારે ચૂંટણી પંચના અધિકારીઓ મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા પ્રોટોકોલ પ્રમાણે તમામ જરૂરી તપાસ બાદ અધિકારીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં મહાયુતી અને મહાવિકાસ અઘાડી વચ્ચે જંગ

મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી તડજોડ અને તોડફોડના રાજકારણ બાદ હવે સ્થિરતા આવશે કે રાજકીય ઉઠાપટકનો દોર હજુ પણ ચાલુ રહેશે તેના પર સૌની નજર છે. મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીની મહાયુતિ તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી ની મહાવિકાસ આઘાડી એમ સામસામી છાવણીઓ મંડાઈ છે. આ બંને છાવણીઓ પરિણામ પછી અકબંધ રહે છે કે પછી તેમાં પણ ફરી તોડફોડ અને રાજકીય પુનઃ જોડાણો રચાય છે તે વિશે અટકળો થઈ રહી છે.

આ પણ  વાંચો -UP Bypoll Results: યુપીમાં 6 સીટો પર ભાજપ આગળ

કયા પક્ષે કેટલી બેઠક પર લડી હતી ચૂંટણી?

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. અજિત પવારના નેતૃત્વવાળી NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસે 101 પર, શિવસેના (UBT) 95 પર અને NCP (SP)એ 86 બેઠકો પર ચૂંટણી લડી છે. આ સિવાય બસપા અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિત નાની પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.

આ પણ  વાંચો -Wayanad Election Results:વયનાડમાં પ્રિયંકા ગાંધી 460 મતોથી આગળ

મહારાષ્ટ્રમાં ત્રણ દાયકામાં સૌથી વધુ મતદાન થયું

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં મતદાન ત્રણ દાયકામાં સૌથી વધુ 66.05 ટકા મતદાન રહ્યું છે. ભાજપની આગેવાની હેઠળની શાસક મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી બંને મતદાનની આ વધેલી ટકાવારીને પોતાના માટે સકારાત્મક નિશાની ગણાવે છે. બંને વચ્ચે તીવ્ર સંઘર્ષ હોવા છતાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિને નજીવી સરસાઈ મળતી હોવાની આગાહી થઈ છે. આ એક્ઝિટ પોલ સાચા પડે છે કે નહીં તેના પર સૌની નજર છે.

Tags :
Advertisement

Trending News

.

×