હાય રે... આ ગરમી! કાળજાળ ગરમીથી બચવા બાઈક રાઈડરનો નવતર પ્રયોગ
ઉનાળો શરૂ થઇ ગયો છે અને ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એપ્રિલ મહીનાની શરૂઆતથી જ વધી રહેલી કાળઝાળ ગરમીએ લોકોને પરેશાન કરવાનું પણ શરૂ કરી દીધું છે. દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકો દિવસ દરમિયાન કામ વિના નીકળવાનું ટાળી રહ્યા છે. પણ જે લોકોને કામથી નીકળવું પડે છે અને તેમા પણ જે લોકો ટૂ-વ્હીલર પર મુસાફરી કરે છે તેમને ગરમી વધુ પરેશાન કરે છે. ત્યારે આ ગરમીથી બચવા માટે એક બાઈક સવારનો નવતર પ્રયોગ જોવા મળ્યો છે.
Bike Rider in Ahmedabad
બાઈક રાઈડરનો નવતર પ્રયોગ
છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગરમીમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. સતત વધતા તાપમાનના કારણે નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા છે. આ ગરમીમાં બાઈક પર નીકળવું પણ મુશ્કિલ બની જાય છે પણ હવે આ ગરમીથી બચવા માટે એક અલગ જ પ્રયોગ કરવામાં આવ્યો છે જેનાથી તમે બપોરની ગરમીમાં પણ આરામથી બાઈક પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકશો. અમદાવાદમાં એક શખ્સે પોતાના બાઈકને મોડીફાય કરી હતી અને બાઈક પર છત લગાવી હતી. શખ્સના બાઈક પર લગાવવામાં આવેલી છત જોઇ રસ્તેથી નીકળતા લોકો પણ આ નવતર પ્રયોગના વખાણ કરતા જોવા મળ્યા હતા.
The man put the roof on the bike
આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં પ્રતી ચક્રવાત સર્જાવાને કારણે અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ ભેજવાળા ગરમ પવનો વહી રહ્યા છે. આ પવન ગુજરાતમાંથી મહારાષ્ટ્રના કિનારે આવી રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધી શકે તેમ છે. આગામી સમયમાં તાપમાનમાં વધારાની આગાહી (weather forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. સાથે જ તાપમાન (temperature) 40 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. જો કે, હાલ હીટવેવની (heatwave) આગાહી કરવામાં આવી નથી. પરંતુ, તેમ છતાં વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો - weather forecast : આગામી 3 દિવસ બાદ રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે
આ પણ વાંચો - AHMEDABAD : કાળજાળ ગરમીથી બચવા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ શરૂ, શહેરીજનો માટે કરાશે આ ખાસ વ્યવસ્થા