Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર બાઈક સવાર પરિવારને અકસ્માત નડ્યો, ઘટનાસ્થળે મોત નીપજ્યું

ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ અંકલેશ્વર વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે એક મહિનામાં જ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવી એક બાદ એક રોજ ઘટનાઓ ચિંતાજનક રીતે પ્રકાશમાં આવી રહી છે.આજે બપોરના સમયે પણ અકસ્માતની વધુ એક ઘટના અંકલેશ્વર વિસ્તારમાંથી સામે આવી હતી, જ
અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર બાઈક સવાર પરિવારને અકસ્માત નડ્યો  ઘટનાસ્થળે મોત નીપજ્યું
Advertisement
ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ અંકલેશ્વર વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે એક મહિનામાં જ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવી એક બાદ એક રોજ ઘટનાઓ ચિંતાજનક રીતે પ્રકાશમાં આવી રહી છે.
આજે બપોરના સમયે પણ અકસ્માતની વધુ એક ઘટના અંકલેશ્વર વિસ્તારમાંથી સામે આવી હતી, જ્યાં અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપરથી મોટર સાયકલ લઇ પસાર થતા ઇસમોને કારના ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતા બાઇક પર સવાર બંને ઈસમો બ્રિજ પરથી નીચે પટકાયા હતા જ્યાં તેઓને ગંભીર ઇજાઓના પગલે એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અન્ય એક ઈસમ ઘાયલ થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર એક સમયે લોક ટોળા ભેગા થતા બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે થતા પોલીસના કાફલા એ સ્થળ પર પહોંચી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Tags :
Advertisement

.

×