Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar માં RJD સાથે 'હો ગયા ખેલા', બે ધારાસભ્યો NDA કેમ્પમાં જોડાયા...!

થોડા સમય બાદ બિહાર (Bihar) વિધાનસભામાં બહુમતી રજૂ કરવામાં આવનાર છે. પરંતુ પહેલાથી જ બિહાર (Bihar)ના રાજકારણમાં ઉથલપાથલ વધી ગઈ છે. વિધાનસભામાં આરજેડીના બે ધારાસભ્યો એનડીએમાં જોડાયા છે. આરજેડીએ દાવો કર્યો છે કે અમારા ધારાસભ્યોને ધમકી આપવામાં આવી રહી છે....
bihar માં rjd સાથે  હો ગયા ખેલા   બે ધારાસભ્યો nda કેમ્પમાં જોડાયા

થોડા સમય બાદ બિહાર (Bihar) વિધાનસભામાં બહુમતી રજૂ કરવામાં આવનાર છે. પરંતુ પહેલાથી જ બિહાર (Bihar)ના રાજકારણમાં ઉથલપાથલ વધી ગઈ છે. વિધાનસભામાં આરજેડીના બે ધારાસભ્યો એનડીએમાં જોડાયા છે. આરજેડીએ દાવો કર્યો છે કે અમારા ધારાસભ્યોને ધમકી આપવામાં આવી રહી છે. બિહાર (Bihar) વિધાનસભામાં મોટો રાજકીય ડ્રામા જોવા મળી શકે છે.

Advertisement

RJD ના ધારાસભ્યો JDU કેમ્પમાં જોડાયા...

બીજી તરફ RJD ના બે ધારાસભ્ય JDU કેમ્પમાં જોડાયાના સમાચાર છે. જેમાં શિવહરના ધારાસભ્ય ચેતન આનંદ અને મોકામાના ધારાસભ્ય નીલમ દેવીના નામ સામેલ છે. બંને શક્તિશાળી નેતાઓના પરિવારના છે.

આ છે ધરાશાભ્યોનું કેમ્પ બદલવાનું કારણ...

બાહુબલી નેતા અનંત સિંહ હાલમાં જેલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની પત્ની અને આરજેડી ધારાસભ્ય નીલમ દેવી તેમના પતિની મુક્તિ માટે એનડીએ સાથે ગઈ છે. તેમને લાગે છે કે આનંદ મોહનની જેમ તેમના પતિ અનંત સિંહને પણ મુક્ત કરવામાં આવી શકે છે કારણ કે તેઓ સરકાર સાથે છે.

Advertisement

આરજેડી નેતાનો દાવો - ધારાસભ્યોને ધમકી આપવામાં આવી હતી

આરજેડી નેતા શક્તિ યાદવે દાવો કર્યો છે કે ચેતન આનંદ અને અનંત સિંહની પત્ની નીલમ દેવીને ધમકી આપવામાં આવી છે. આ પછી તે બંને ધારાસભ્યો જેડીયુના ચીફ વ્હીપના રૂમમાં જોવા મળ્યા હતા.

Advertisement

બિહાર વિધાનસભામાં બહુમતી રજૂ થાય તે પહેલા જ સ્પીકરને હટાવવામાં આવ્યો

બિહાર (Bihar) વિધાનસભામાં બહુમતી રજૂ થાય તે પહેલા સ્પીકરની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. આરજેડી નેતા અવધ બિહારી ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Maharashtra : અશોક ચવ્હાણે કોંગ્રેસ કેમ છોડી? હવે ભાજપ રાજ્યસભા મોકલી શકે છે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.