અગ્નિકાંડ અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર, SITએ કર્યા 3 મહત્વના અવલોકન
SIT Investigation: રાજકોટ અગ્નિકાંડને લઈને અત્યારે મહત્વની વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના 27 હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ હોવાની જાણકારી રાજ્યના રાહત કમિશનરશ્રીએ આપી છે. આ સાથે રાજ્યના રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા નીચે મુજબના પગલા તાત્કાલિક લેવાયેલ છે. આ સાથે અગ્નિકાંડને લઈને ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
SITના રિપોર્ટમાં સામે આવ્યા અનેક ચોંકાવનારા અવલોકનો
તમને જણાવી દઇએ કે, રાજકોટ અગ્નિકાંડમાં SITનો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં અનેક ચોંકાવનારા અવલોકનો સામે આવ્યા છે. રાજકોટની દુર્ઘટનાને લઇને SITનો ત્રણ સૌથી મોટા અવલોકનો આપ્યા છે. મળતી જાણકારી પ્રમાણે SITના રિપોર્ટમાં પોલીસ, ફાયર વિભાગ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન અંગે અવલોકન કરવામાં આવ્યા છે. SITનો રિપોર્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રથમ માળે જવા માત્ર 4થી 5 જ ફૂટની સિડી હતી. આ સાથે અન્ય વિગતોની વાત કરીએ કે, પોલીસી વિભાગ માટે SITના ચાર મોટા અવલોકન સામે આવ્યા છે.
બંને PIએ લાયસન્સ આપવામાં નિષ્કાળજી રાખી હતીઃ SIT
નોંધનીય છે કે, SIT દ્વારા PI એન.આઈ.રાઠોડ, વી.આર.પટેલ અંગે અવલોકન કરવામાં આવ્યા છે. SITએ કહ્યું કે, બંને PIએ લાયસન્સ આપવામાં નિષ્કાળજી રાખી હતી. આ સાથે ફાયર NOCની ચકાસણી બંને PIએ નહોતી કરી અને ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે મહાનગરપાલિકાની મંજૂરી પણ લેવામાં નહોતી આવી.ઉલ્લેખનીય છે કે, SITએ મનપાની કામગીરી અંગે 6 અવલોકન કર્યા છે. SITએ કહ્યું છે કે, TRP ગેમઝોન છેલ્લા 3 વર્ષથી વધારે કાર્યરત હતી. અહીં પાકુ બાંધકામ જણાયુ, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને તેમને છૂટ આપવામાં આવી હતી.
SIT દ્વારા માર્ગ અને મકાન વિભાગ અંગે અવલોકન
ઉલ્લેખનીય છે કે, બિનખેતી, કોમર્શિયલ પ્રવૃત્તી ન ચલાવી શકાય નહીં જેથી ગૌતમ જોશી, જયદીપ ચૌધરી અંગે પણ અવલોકન કરવામાં આવ્યા. SITએ જણાવ્યું કે, બંનેએ કોઈ જાતની કાર્યવાહી કરી જ નથી. ના તો સ્થાનિક સ્ટેશન ફાયર ઓફિસરે કોઈ ચકાસણી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે, SIT દ્વારા માર્ગ અને મકાન વિભાગ અંગે અવલોકન કરવામાં આવ્યા છે. SITએ કહ્યું કે, પારસ કોઠીયાએ સ્થળ વિઝીટ નહોતી કરી અને એમ.આર સુમાએ સ્થળ વિઝિટની ખરાઈ ન કરી. આ સાથે પ્રથમ માળથી ગ્રાઉન્ડ ફ્લોરની સિડીની ખરાઈ પણ કરવામાં આવી નહોતી. નોંધનીય છે કે, SITના રિપોર્ટમાં અનેક ચોંકવાનારા અવલોકનો કરવામાં આવ્યા છે.