Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત
Rajkot TRP Game Zone: રાજકોટમાં એ 25 તારીખનો શનિવાર કાળમુખો સાબિત થયો હતો. આ અગ્નિકાંડમાં 33 લોકો જીવતા ભડથું થયાના સમાચાર સામે આવ્યા હતાં. આ મામલે વધારે વાત કરવામાં આવે તો અત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી એસઆઈટી ટીમ પરત ફરી છે, હવે અગ્નિકાંડમાં લેવાયેલા નિવેદનો પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો પર આ રિપોર્ટ તૈયારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
3 મહિના અગાઉ પણ આ ગેમ ઝોનમાં લાગી હતી આગ
નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી રચના કરવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી પ્રમામે 3 મહિના અગાઉ પણ આ ગેમ ઝોનમાં આગ લાગી હતી. SITની તપાસમાં ગંભીર હકીકત સામે આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ આગ લાગવા છતાં પણ સંચાલકોના પેટનું પાણી ડગ્યું નહોત. એટલું જ નહીં પરંતુ જે-તે સમયે મનપાએ દ્વારા પણ પગલાં નહોતા લેવામાં આવ્યા.
આગ લાગતા કાર્બન મોનોક્સાઈડ પ્રસરતા ટપોટપ મોત થયા
ઉલ્લેખનીય છે કે, અગાઉ આગ લાગી ત્યારે મનપા આંખ આડા કાન કરીને ઊંઘતી રહી હતી. નોંધનીય છે કે, મનપાએ પગલાં ન લેતા ફરી અગ્નિકાંડ સર્જાયો અને 33 લોકોને પોતાના જીવની આહુતિ આપતી પડી. મળતી જાણકારી પ્રમાણે એસઆઈટીની દ્વારા 45 અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ સાથે અન્ય પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેમ ઝોનમાં વેન્ટિલેટરની વ્યવસ્થા જ નહોતી. જેથી આગ લાગતા કાર્બન મોનોક્સાઈડ પ્રસરતા ટપોટપ મોત થયા હતા. ગેમ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે, એકપણ મૃતદેહમાં ટીપું લોહી પણ મળ્યું નથી. આ સાથે લોખંડ અને સ્ટીલ ઓગળીને રાખ બની ગયા હતા.
કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ
તમને જણાવી દઇએ કે, આ મામલે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, SITની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ મામલે અત્યારે અનેક મોટા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યારે સુધીમા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અન તેમની સામે અત્યારે કાયદાકીય પગલા પણ લેવામાં આવી રહ્યાં છે.