Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : એકનાં મોત પછી પણ તંત્ર ઘોર નિંદ્રામાં! અનેક સ્થળો પર વાહનચાલકો ખુલ્લી ગટરમાં ખાબક્યાં!

ભરુચ નગરપાલિકાનાં પાપે વાહનચાલકો ગટરમાં ખાબક્યાં રિક્ષાચાલક પેસેન્જરો સાથે ખુલ્લી ગટરમાં ખાબક્યો વરસાદનાં કારણે જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા ભરૂચમાં (Bharuch) ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જિલ્લા વહીવટી તંત્રે (District Administration) પણ લોકોને કામ...
bharuch   એકનાં મોત પછી પણ તંત્ર ઘોર નિંદ્રામાં  અનેક સ્થળો પર વાહનચાલકો ખુલ્લી ગટરમાં ખાબક્યાં
  1. ભરુચ નગરપાલિકાનાં પાપે વાહનચાલકો ગટરમાં ખાબક્યાં
  2. રિક્ષાચાલક પેસેન્જરો સાથે ખુલ્લી ગટરમાં ખાબક્યો
  3. વરસાદનાં કારણે જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા

ભરૂચમાં (Bharuch) ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જિલ્લા વહીવટી તંત્રે (District Administration) પણ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અંગે સૂચન કર્યું છે. ભરૂચમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે નગરપાલિકાની ખુલ્લી ગટરોમાં અનેક વાહનચાલકો ખાબક્યાં હોવાનાં ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

 આ પણ વાંચો - Jetpur : 2 ઈંચ વરસાદ ખાબક્યો, લોકમેળામાં સાતમ-આઠમની મજા બગડી, વેપારીઓને નુકસાનનો ભય

ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાયા

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ (Red Alert) વચ્ચે વહેલી સવારથી દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભરૂચ (Bharuch) શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી ભરાઈ જતાં તંત્ર દ્વારા ગટરોનાં ઢાંકણાં ખોલવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે. પરંતુ, ધોધમાર વરસાદનાં કારણે ગટરો ભરાઈ જતાં અને વરસાદી પાણી રોડ પર આવી જતાં જાહેર માર્ગો પરથી પસાર થતાં કેટલાક વાહનચાલકો ગટરોમાં ખાબક્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Gondal Lok Mela : વરસાદ અને રાઇડ્સ બંધ રહેતા વેપારીઓને લાખોનું નુકસાન થવાની ભીતિ

Advertisement

ખુલ્લી ગટરમાં વાહનચાલકો ખાબક્યા

ભરૂચમાં (Bharuch) એક મહિના પહેલા ખુલ્લી કુંડીમાં સ્થાનિક રહીશ ખાબકી જતાં મોતને ભેટ્યો હતો. સ્થાનિક રહીશનાં મોત પ્રકરણમાં નગરપાલિકાની લાપરવાહી હોય, જેના કારણે મૃતકનાં પરિવારને તાત્કાલિક સહાય ચૂકવી દેવામાં આવી હતી. માનવ પંચમાંથી હજુ તપાસનું ધમધમાટ ચાલુ છે છતાં પણ ભરૂચનાં કેટલા વિસ્તારમાં ગટરો ખુલ્લી છે. તેને બંધ કરવા અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફાટા તળાવથી ગાંધી બજાર તરફ જવાનાં માર્ગ પર ખુલ્લી ગટરોમાં વાહનચાલકો ખાબકીયા હતા. સાથે એક રિક્ષા પેસેન્જર સાથે ખુલ્લી ગટરોમાં ખાબકી હતી. કારચાલકો પણ ખુલ્લી ગટરોમાં ખાબક્યા હતા. પાલિકાનાં પાપે એકનો જીવ ગયા બાદ પણ હજુ ખુલ્લી ગટર બંધ કરવા માટે નગરપાલિકા (Municipality) મુહૂર્ત શોધી રહી હોય તેવી લોકોમાં ચર્ચા છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Gandhinagar : અતિભારે વરસાદની આગાહી મુદ્દે મુખ્ય સચિવની બેઠક, અધિકારીઓને આપી આ સૂચના

Tags :
Advertisement

.