Bangladesh:T20 વર્લ્ડકપની યજમાની છીનવાશે? જાણો કયાં દેશને મળશે જવાબદારી
- બાંગ્લાદેશ પાસેથી મહિલા T20 વર્લ્ડકપની યજમાની પણ છીનવાશે
- આ ઇવેન્ટની યજમાની માટે ICCની પ્રથમ પસંદગી ભારત છે
- શ્રીલંકા અને UAEમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે વિચારણા
Bangladesh:બાંગ્લાદેશ(Bangladesh)માં બગડતી પરિસ્થિતિને જોતા ત્યાં 3થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનાર મહિલા T20 વર્લ્ડકપની (ICC Women World Cup) યજમાની પણ છીનવાઈ શકે છે. ICC તરફથી આ અંગે એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. સુરક્ષા કારણોસર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બાંગ્લાદેશ (Bangladesh)પાસેથી આ સમગ્ર ટૂર્નામેન્ટની યજમાની છીનવી શકે છે અને તેને અન્ય કોઈ દેશને સોંપી શકે છે. આ ઇવેન્ટની યજમાની માટે ICCની પ્રથમ પસંદગી ભારત છે, જ્યારે શ્રીલંકા અને UAE પણ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે વિચારણા હેઠળ છે.
આ વિકલ્પો પર વિચારણા શરૂ થઈ
એક અહેવાલ મુજબ ICCએ બાંગ્લાદેશ માટેના વિકલ્પો પર ચર્ચા શરૂ કરી દીધી છે. આ ટુર્નામેન્ટની સંપૂર્ણ તૈયારી ભારત અને શ્રીલંકામાં ટુંક સમયમાં થઈ શકે છે. જો કે, ઓક્ટોબરમાં શ્રીલંકામાં વરસાદની સ્થિતિ પણ આવી શકે છે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતમાં વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં UAEને પણ વિકલ્પ તરીકે રાખવામાં આવ્યો છે. જો BCCI સંમત થાય તો પાકિસ્તાની ટીમને કોઈ અડચણનો સામનો કરવો નહીં પડે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં જ થશે.
The UAE, India and Sri Lanka are in the shortlist to be back-up venues in case the ICC is forced to shift the women's T20 World Cup, scheduled to be held in October 2024, out of Bangladesh https://t.co/bAS2Kiym8r pic.twitter.com/1awbL33r2E
— ESPNcricinfo (@ESPNcricinfo) August 6, 2024
આ પણ વાંચો -Paris Olympics 2024: આજે ઝળકશે નીરજ ચોપડા! ભારતીય હોકી ટીમ રચશે ઇતિહાસ!
ICCનું નિવેદન
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ICC આ મુદ્દા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બોર્ડના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ICC તમામ સભ્ય દેશોમાં સુરક્ષા મોનિટરિંગ સિસ્ટમ ધરાવે છે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ 7 અઠવાડિયા બાકી છે ત્યારે પરિસ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ નહીં તો કયા દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તે કહેવું વહેલું ગણાશે.