Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : જીપની અંદર-ઉપર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડ્યા, બંધ પડી જતાં બાળકોએ ધક્કો પણ માર્યો

Banaskantha ના દાંતામાં બાળકો ભરેલી જીપનો વીડિયો વાઇરલ બાળકોની જોખમી સવારીનો વધુ એક વીડિયો વાઇરલ Jeep માં ક્ષમતા કરતા વધુ બાળકો બેઠેલા જોવા મળ્યા Jeep બંધ થઈ જતા અન્ય બાળકોએ ધક્કો પણ માર્યો બનાસકાંઠાનાં (Banaskantha) દાંતામાંથી બાળકોની જોખમી સવારીનો...
banaskantha   જીપની અંદર ઉપર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડ્યા  બંધ પડી જતાં બાળકોએ ધક્કો પણ માર્યો
  1. Banaskantha ના દાંતામાં બાળકો ભરેલી જીપનો વીડિયો વાઇરલ
  2. બાળકોની જોખમી સવારીનો વધુ એક વીડિયો વાઇરલ
  3. Jeep માં ક્ષમતા કરતા વધુ બાળકો બેઠેલા જોવા મળ્યા
  4. Jeep બંધ થઈ જતા અન્ય બાળકોએ ધક્કો પણ માર્યો

બનાસકાંઠાનાં (Banaskantha) દાંતામાંથી બાળકોની જોખમી સવારીનો ચિંતાજનક એક વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) દેખાય છે કે કેમ એક જીપમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. જો કે, જીપ બંધ થઈ જતા અન્ય બાળકોએ જીપને ધક્કો પણ માર્યો હતો. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે જીપની (Jeep) અંદર બાળકો ખીચોખીચ ભરેલા છે. આ વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. વીડિયો જોઈ લોકો સવાલ કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાઈ તો કોણ જવાબદાર ?

Advertisement

આ પણ વાંચો - Surat Metro : મેટ્રો બ્રીજનાં સ્લેબમાં તિરાડ, ચાલુ કામગીરીમાં જ એક બાજું નમ્યો, રોડ પર અવરજવર બંધ

શાળાનાં બાળકોને જીપમાં ખીચોખીચ ભર્યાં

બનાસકાંઠાનાં (Banaskantha) દાંતામાંથી (Danta) એક વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે. આ વાઇરલ વીડિયોમાં શાળાનાં બાળકો એક જીપમાં ખીચોખીચ ભરેલા જોવા મળે છે. જીપમાં ક્ષમતા કરતા વધુ શાળાનાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. દરમિયાન, જીપ બંધ પડી જતાં બાળકો જીપને ધક્કો મારતા પણ દેખાય છે. જીવનાં જોખમે બાળકો જીપને ધક્કો મારે છે. કારણ કે, જીપની અંદર અને તેની ઉપર પણ માસૂમ બાળકો બેસેલા જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : આ રીતે ઉંદરને મારશો તો ભરવો પડશે દંડ! સાથે જ થઈ શકે છે જેલની સજા

Advertisement

જીપ બંધ પડી જતાં બાળકોએ ધક્કો માર્યો

આ વીડિયો સામે આવતા સ્થાનિક ટ્રાફિક પોલીસની (Traffic Police) કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. જીવનાં જોખમે ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરતો આ વીડિયો જોઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ વીડિયોને ટેગ કરી સવાલ કરી રહ્યા છે કે જો કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાઈ તો કોણ જવાબદાર હોત? જો કે, આ વીડિયો સામે આવતા હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો - Mahisagar : વીરપુરમાં પતિને 'બૈરું કરડ્યું'! સો. મીડિયા પર સરકારી હોસ્પિ. નાં કેસ પેપરનું લખાણ વાઇરલ!

Tags :
Advertisement

.