Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : BJP ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કરી ગૌ પૂજા, માતા-પિતાનાં આશીર્વાદ લીધા, જાણો શું કહ્યું ?

સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બીયોકમાં આવેલ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
banaskantha   bjp ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કરી ગૌ પૂજા  માતા પિતાનાં આશીર્વાદ લીધા  જાણો શું કહ્યું
Advertisement
  1. વાવનાં ભાજપ ઉમેદવારે મતદાન પહેલા ગૌ પૂજા કરી (Banaskantha)
  2. સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા-અર્ચના કરી
  3. ગૌ માતાની પૂજા કરીને માતા-પિતાનાં લીધા આશીર્વાદ

બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. દરમિયાન, ભાજપનાં (BJP) ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન પહેલા ગૌ માતાની પૂજા કરી હતી અને માતા-પિતાનાં આશીર્વાદ લીધા હતા. સ્વરૂજી ઠાકોર બીયોક ગામમાં આવેલ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Vav By-Election : આજે મતદાન, ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન મુછાળા દાદાનાં દર્શન કર્યા, કહી આ વાત

Advertisement

Advertisement

સ્વરૂપજી ઠાકોરે ગૌ માતાની પૂજા કરી, માતા-પિતાનાં લીધા આશીર્વાદ

વાવ વિધાનસભા બેઠક (Vav Assembly By-Election) પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. દરમિયાન, ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે (Swaroopji Thakor) મતદાન પહેલા ગૌ માતાની પૂજા-અર્ચના કરી હતી અને માતા-પિતાનાં આશીર્વાદ લીધા હતા. આ સાથે સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મતદાન કરવા માટે સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બીયોકમાં આવેલ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો - Vav Seat : લોકશાહીના રાજા નક્કી કરી રહ્યા છે તેમનો પ્રતિનિધી

ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન મુછાળા દાદાના દર્શન કર્યા

જણાવી દઈએ કે, બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં મીઠા ગામમાં મતદાન મથક બહાર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. મતદાન કરવા માટે સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, મીઠા ગામ વિધાનસભા વિસ્તારની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. કોંગ્રેસની (Congress) વાત કરીએ તો ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput) વહેલી સવારે વાવ તાલુકાનાં ઢીમા ગામે પહોંચ્યા હતા. અહીં, તેમણે ધરણીધર ભગવાન મુછાળા દાદાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે ગુલાબસિંહ રાજપૂતે લોકોને વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. ગુલાબસિંહે કહ્યું કે, આજે મતદાન છે. મુછાળા દાદાના આશીર્વાદ લેવા આવ્યો છું. વધુ મતદારો મતદાન કરે એવી અપીલ છે.

આ પણ વાંચો - Rajkot : મોંઘીદાટ હોટેલોમાં જમતા પહેલા જોઈ લો આ ચોંકાવનારો Video, ઊડી જશે હોશ!

Tags :
Advertisement

.

×