Banaskantha : Vav માં કોનો પડશે 'વટ' ? રાજસ્થાનનાં ભુવાએ કરી ચોંકાવનારી આગાહી! જુઓ Video
- Vav પેટાચૂંટણીનાં પરિણામ પહેલા ભુવાની આગાહી (Banaskantha)
- રાજસ્થાનનાં ખારાનાં ભુવાની આગાહીનો વીડિયો વાઇરલ
- 30 હજારથી વધુ મતે માવજી પટેલની જીતની કરી આગાહી
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ પેટાચૂંટણીનાં પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. જો કે, ચૂંટણી પરિણામ પહેલા સોશિયલ મીડિયા પર રાજસ્થાનનાં (Rajasthan) ભુવાજીનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ વાવ પેટાચૂંટણીમાં (Vav By-Election) કોની જીત થશે અને કેટલા વોટથી જીતશે તે અંગે આગાહી કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - વાવમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ તમામ પક્ષના ઉમેદવારો માટે જીવન-મરણ કરશે નક્કી
વાવ પેટાચૂંટણીનાં પરિણામ પહેલા રાજસ્થાનનાં ભુવાની આગાહી
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઇ ગયું છે. વાવ પેટાચૂંટણીનાં પરિણામ 23 નવેમ્બરનાં રોજ જાહેર થશે. જો કે, પરિણામ પહેલા આ બેઠક પર કોની જીત થશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે રાજસ્થાનનાં ખારાનાં ભુવાજીની વાવ પેટાચૂંટણી (Vav By-Election) અંગેની આગાહીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભુવાજી આગાહી કરતા સંભળાય છે કે વાવ પેટાચૂંટણીમાં અક્ષપ ઉમેદવાર માવજી પટેલની જીત થશે.
આ પણ વાંચો - વાવમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ EVM માં થયું સિલ
'માવજી પટેલ 30 હજારથી વધુ મતે જીતશે!'
રાજસ્થાનનાં ભુવાએ વાઇરલ વીડિયોમાં આગાહી કરી કે માવજી પટેલ (Mavji Patel) 30 હજારથી વધુ મતે જીતશે. વીડિયોમાં ભુવાજી મારવાડી ભાષામાં બોલતા સંભળાય છે. જો કે, આ વાઇરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી. પરંતુ, આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - Khyati Hospital નાં આ તબીબની રાજકોટમાં પણ હોસ્પિટલ! ચેરમેનની ધરપકડમાં લાગી શકે છે વધુ સમય, જાણો કારણ