Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bridge Collapsed : ચોમાસાની શરૂઆતમાં જ સ્થિતિ બેકાબૂ, એક જ દિવસમાં ત્રણ પુલ ધરાશાયી

Bridge Collapsed : ઉનાળાની ગરમી (Summer Heat)થી કંટાળેલી જનતા ચોમાસાના (Monsoon) આરંભ સાથે જ નવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે સ્થિતિ બગડી ગઈ છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં (Rain in North India) લોકો...
bridge collapsed   ચોમાસાની શરૂઆતમાં જ સ્થિતિ બેકાબૂ  એક જ દિવસમાં ત્રણ પુલ ધરાશાયી

Bridge Collapsed : ઉનાળાની ગરમી (Summer Heat)થી કંટાળેલી જનતા ચોમાસાના (Monsoon) આરંભ સાથે જ નવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે સ્થિતિ બગડી ગઈ છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં (Rain in North India) લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. બિહારમાં સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં પુલ તૂટવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. બિહારના સિવાન જિલ્લામાં એક જ દિવસે ત્રણ પુલ ધરાશાયી થયા છે, જેનાથી ગંડક અને ધમહી નદીના કિનારે આવેલા ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

Advertisement

સતત પુલ ધરાશાયી થવાના બનાવો

બિહારમાં લગભગ દર વર્ષે ચોમાસા દરમિયાન સ્થિતિ બેકાબૂ બની જતી હોય છે, અને આ વર્ષે પણ કંઈક નવું નથી થયું. પ્રાપ્ત માહિતી મુજબ, સિવાન જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ પુલ (Bridge) તૂટી પડ્યા છે, જેના કારણે ઘણા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. મહારાજગંજ બ્લોકમાં નદીની સફાઈ બાદ પુલ તૂટવા લાગ્યા છે, જેને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. તાજેતરના પુલ ધરાશાયી થવાના બનાવોમાં દેવરિયા, તેવાથા અને ટેઘરા પંચાયતના ત્રણ પુલનો સમાવેશ થાય છે, જે એક સાથે ધસી પડ્યા. આ પુલ તૂટતાં બે ડઝનથી વધુ ગામોના વાહન વ્યવહાર પર અસર પડી છે.

ઘટના સ્થળો અને અસર

  • દેવરિયા પંચાયત: મહારાજગંજ-દારૌંડા બ્લોકને દેવરિયા અને રામગઢ પંચાયત સાથે જોડતો ગંડકી નદી પર 2004માં બનેલો પુલ તૂટી પડ્યો.
  • તેવાથા પંચાયત: નૌતન અને સિકંદરપુર ગામોની વચ્ચે ધમાઈ નદી પર 90ના દાયકામાં બનેલો પુલ ક્ષતિગ્રસ્ત થયો, જેને કારણે સિકંદરપુર ગામનો બ્લોક અને સબ ડિવિઝન હેડક્વાર્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
  • ટેઘરા પંચાયત: ટેઘરા અને તેવથા પંચાયતને જોડતો ધમાઈ નદી પરનો પુલ પણ ધરાશાયી થયો છે.

સ્થાનિક લોકોની પરેશાનીઓ

બિહારમાં ત્રણ પુલ (Bridge) તૂટી જવાથી બે ડઝનથી વધુ ગામોની લાખો લોકોની વસ્તીને અસર થઈ છે. આ પંચાયતોના સક્ષમ લોકો શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. પરૈન ટોલાના સંત કુમાર પાંડે અને સિકંદરપુરના ભુઆલ સિંહ સહિત ઘણા લોકોએ કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેઓ શહેરોમાં જ રહેશે. નદીની બેદરકારીપૂર્વક સફાઈને પુલ તૂટવાના મુખ્ય કારણ તરીકે લોકો ગણાવે છે.

Advertisement

રાજ્ય સરકારની કાર્યવાહી

બિહારમાં પુલ ધરાશાયી થવાના કારણે રાજ્ય સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. ગ્રામીણ બાબતોના પ્રધાન અશોક ચૌધરીના આદેશથી, મુખ્ય એન્જિનિયરની અધ્યક્ષતામાં આ સમિતિની રચના થઈ છે, જે ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આ સમિતિ પુલ તૂટવાના કારણો શોધી કાઢશે અને જરૂરી પગલાં સૂચવશે. બાંધકામ હેઠળના અને વિભાગ દ્વારા બાંધવામાં આવેલા પુલ તૂટવાના બનાવોની પણ આ સમિતિ તપાસ કરશે. છેલ્લા બે સપ્તાહમાં પુલ તૂટવાના છ બનાવો બની છે. તાજેતરની ઘટના રવિવારે કિશનગંજના ઠાકુરગંજ બ્લોકના ખૌસી ડાંગી ગામમાં બની હતી, જ્યાં 2009-10માં બંધ નદી પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો - KEDARNATH ઉપર ફરી આવશે કુદરતી આપદા? IMD એ જાહેર કર્યું રેડ એલર્ટ

Advertisement

આ પણ વાંચો - Heavy Rain : પહેલા આકરી ગરમી, હવે ભારે વરસાદ, મધ્ય ભારત અને હિમાલયમાં પૂર જેવી સ્થિતિનો ખતરો…

Tags :
Advertisement

.