Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asaduddin Owaisi Delhi Residence : ઓવૈસીના ઘર પર ફેંકાઈ શાહી, સાંસદે ઉઠાવ્યા સવાલ

Asaduddin Owaisi Delhi Residence : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Hyderabad MP Asaduddin Owaisi) ના દિલ્હીમાં આવેલા ઘર પર અજાણ્યા બદમાશોએ શાહી ફેંકી હતી. આ ઘટના અંગે ઓવૈસીએ પોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી....
09:01 AM Jun 28, 2024 IST | Hardik Shah
Asaduddin Owaisi Delhi Residence

Asaduddin Owaisi Delhi Residence : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Hyderabad MP Asaduddin Owaisi) ના દિલ્હીમાં આવેલા ઘર પર અજાણ્યા બદમાશોએ શાહી ફેંકી હતી. આ ઘટના અંગે ઓવૈસીએ પોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા (Social Media)  પ્લેટફોર્મ X પર એક વીડિયો (Video) શેર કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમના દિલ્હી સ્થિત ઘર પર તેવા સમયે શાહી ફેંકવામાં આવી છે જ્યારે તેમના સંસદમાં શપથ દરમિયાન જય પેલેસ્ટાઈન (Jai Palestine) બોલવા પર સખત વિરોધ જોવા મળ્યો હતો. આ ઘટના પર તેમણે કેન્દ્ર સરકાર (Central Government), લોકસભા સ્પિકર ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla), દિલ્હી પોલીસ (Delhi Police) ને ટેગ કરી પોતાની સુરક્ષા અંગે સવાલ કર્યો હતો.

ટ્વીટ કરીને સાંસદ ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ

થોડા દિવસો પહેલા લોકસભામાં શપથ ગ્રહણ દરમિયાન AIMIM ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી જય પેલેસ્ટાઈન બોલ્યા બાદથી તેમનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ચર્ચા તો ત્યા સુધી પણ થઇ રહી હતી કે, તેમને આ બોલવા બદલ સાંસદ પદ પરથી હટાવવા જોઇએ. આ ચર્ચાઓ વચ્ચે તેમના દિલ્હી સ્થિતિ ઘર પર શાહી ફેંકવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અમુક અજાણ્યા બદમાશોએ આ કામ કર્યું છે. આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સમગ્ર ઘટના પર અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયી X પર આ જાણકારી આપી હતી અને ઘણા સવાલો પણ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, આજે કેટલાક "અજાણ્યા બદમાશો"એ મારા ઘર પર કાળી શાહી ફેંકી હતી. હવે મેં ગણતરી કરવાનું છોડી દીધું છે કે દિલ્હીમાં મારા ઘરને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યારે મેં @DelhiPolice અધિકારીઓને પૂછ્યું કે આ બધું તેમના નાક નીચે કેવી રીતે થઈ રહ્યું છે, ત્યારે તેઓએ લાચારી વ્યક્ત કરી. @AmitShah આ બધું તમારી દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. @ombirlakota કૃપા કરીને અમને જણાવો કે સાંસદોની સુરક્ષાની ખાતરી આપવામાં આવશે કે નહીં. મારા ઘરને નિશાન બનાવતા બે કોડીના ગુંડાઓથી: તેઓ ડરતા નથી. સાવરકર જેવી કાયરતાપૂર્ણ ક્રિયાઓ બંધ કરો અને મારો સામનો કરવા હિંમત ભેગી કરો. શાહી ફેંક્યા પછી અથવા પથ્થર ફેંક્યા પછી ભાગશો નહીં.

જય પેલેસ્ટાઈનના નારાથી હોબાળો થયો હતો

ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસી હંમેશા વિવાદોમાં રહે છે. તાજેતરમાં જ જ્યારે તેમણે સાંસદ તરીકે શપથ લીધા ત્યારે તેમણે જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન અને અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા. આ સૂત્રોચ્ચાર બાદ ભાજપના અનેક સાંસદોએ તેમના પર નિશાન સાધ્યું હતું. આ પછી ઓવૈસીએ કહ્યું કે, આ કેવી રીતે ખોટું છે? મને બંધારણની જોગવાઈઓ વિશે જણાવો જેનો મેં ભંગ કર્યો છે. બીજાએ શું કહ્યું તે તમારે પણ સાંભળવું જોઈએ? મારા પર સવાલો ઉઠાવતા પહેલા વાંચો મહાત્મા ગાંધીએ પેલેસ્ટાઈન વિશે શું કહ્યું હતું?

આ પણ વાંચો - Asaduddin Owaisi ની એક ભૂલથી જઇ શકે છે તેમનું સભ્યપદ

આ પણ વાંચો - રાહુલ ગાંધી પર ચિરાગ પાસવાનનો કટાક્ષ, કહ્યું – કોઈની સામે આંગળી ચીંધતા પહેલા…

Tags :
AIMIMAmit ShahAsaduddin Owaisi Delhi Residenceasaduddin-OwaisiBJP MPsBlack inkCentral governmentcontroversyDelhi PoliceDelhi ResidenceGujarat FirstHardik ShahHyderabad MPInk attackJai PalestineLok Sabha Speaker Om BirlaMahatma Gandhi on PalestineParliament oathProtestSavarkarSecurity concernsSocial Mediatwitter
Next Article