ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amdavad માં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, મનપાની ઓફિસ સામે દારૂની થેલીઓ....

મનપાની સામે જ દેશી દારૂની થેલીઓનો ઢગલો જોવા મળ્યો દુર્ગંધથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અમદાવાદ પોલીસ પણ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાઈ Amdavad Municipal Corporation : દેશાના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની દર વર્ષે 2 ઓક્ટોબરે જન્મજંયતી ઉજવવામાં આવે છે. ત્યારે...
05:42 PM Oct 02, 2024 IST | Aviraj Bagda
Amdavad Municipal Corporation

Amdavad Municipal Corporation : દેશાના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની દર વર્ષે 2 ઓક્ટોબરે જન્મજંયતી ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 2 ઓક્ટોબરે ગાંધી જ્યંતિને ઉજવવામાં આવશે. તો ગાંધી બાપુ માટો વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ દિવસની ઉજવણીનો હેતુ મહાત્મા ગાંધીની સિદ્ધિઓ અને સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવાનો પણ છે.પરંતુ અમદાવાદમાં ગાંધી જ્યંતિના દિવસે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.

દુર્ગંધથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ગાંધી જ્યંતિના દિવસે અમદાવાદમાં મનપાની સામે જ દેશી દારૂની થેલીઓનો ઢગલો જોવા મળ્યો હતો. અમદાવાદની મનપાની ઓફિસ અને મુખ્યમાર્ગો વચ્ચે દેશી દારૂની થેલીઓ સુકવવામાં આવી હતી. તો દેશી દારૂની થેલીઓ રસ્તા પર સુકવતા સ્થાનિકો પરેશાન થયા હતાં. તે ઉપરાંત દેશી દારૂની થેલીઓની દુર્ગંધથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: મુસ્લિમ યુવક અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, વીડિયો કોલના મારફતે....

અમદાવાદ પોલીસ પણ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાઈ

જોકે હજારોની સંખ્યામાં અમદાવાદની મનપાની સામે દારૂની થેલીઓ સૂકવવામાં આવી હતી. તેના કારણે રસ્તા થતા વાહનવ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ એ પણ સવાલો ઉભા થયા છે કે, જો આ હજારોની સંખ્યામાં દારૂની થેલીઓ સૂકવવામાં આવી રહી છે. તો દારૂનું વેચાણ કેટલા પ્રમાણમાં થયું છે. તેના કારણે મનપા સહિત અમદાવાદ પોલીસ પણ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાઈ છે.

આ પણ વાંચો: Chhota Udepur : નવરાત્રીમાં અભયમની ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે
.

Tags :
AmdavadAmdavad Municipal CorporationgandhiGujarat FirstGujarat NewsMahatma Gandhimahatma gandhi birth anniversaryMunicipal CorporationViral Newsviral video
Next Article