Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં ? હવામાન નિષ્ણાતે કરી આ આગાહી
- આજે સૌરાષ્ટ્ર સહિત અનેક ભાગોમાં ધોધમાર વરસાદ
- નવરાત્રિના રંગમાં પણ ભંગ પાડી શકે છે વરસાદ
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
- નવરાત્રીમાં નવી સીસ્ટમ બનશે જે વરસાદ લાવશે : અંબાલાલ પટેલ
ગુજરાતમાં નવરાત્રિનો પર્વ (Navratri Festival) ખૂબ જ ધૂમધામથી ઊજવવામાં આવે છે. નવરાત્રિનો તહેવાર એ વિશ્વભરમાં ગુજરાતની ઓળખ છે. નવરાત્રિને લઈ માઈભક્તો અને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો કે, આ વર્ષે મેહુલિયો નવરાત્રિની મજા બગાડશે એવું લાગી રહ્યું છે. કારણ કે, નવરાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : IIM કેમ્પસની હોસ્ટેલમાં 24 વર્ષીય વિધાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત
નવરાત્રિ દરમિયાન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી મુજબ, નવરાત્રિના પર્વમાં વરસાદ વિઘ્ન બની શકે છે. કારણ કે નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે. નવરાત્રીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. જ્યારે શરદ પૂનમ બાદ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. બીજી તરફ આજે પણ રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
આ પણ વાંચો - Bhavnagar : તમિલનાડુ પાસિંગની મુસાફરોથી ભરેલી બસ નાળામાં ખાબકી, 8 તરવૈયાઓને લઈ રેસ્ક્યૂ કરવા ગયેલી ટ્રક પણ ફસાઈ
જુઓ Gujaratના આ જિલ્લમાં ભુક્કા કાઢ્યા મેઘરાજાએ | Gujarat First#GujaratRains #FloodingInGujarat #Monsoon2024 #GujaratWeather #RainySeason #HeavyRainfall #GujaratFloodAlert #NatureFury #GujaratUpdates #Gfcard #Gujaratfirst pic.twitter.com/W5RE64bjv1
— Gujarat First (@GujaratFirst) September 26, 2024
જાણો કયાં જિલ્લાઓમાં કેવી સ્થિતિ ?
માહિતી મુજબ, આજે અમરેલીનાં (Amreli) જાફરાબાદમાં કોસ્ટલ બેલ્ટ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જાફરાબાદની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત, દીવ (Diu) જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થતાં શહેરની મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જ્યારે, રાજકોટનાં (Rajkot) જેતપુર પંથકમાં પણ ભારે વરસાદ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ભરૂચનાં (Bharuch) અનેક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી છે. ભારે વરસાદને પગલે ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી રાજુલા (Rajula) પંથકમાં ધોધમાર વરસાદથી ડેમ છલકાયો છે. રાજુલાની જીવાદોરી સમાન ધાતરવડી ડેમનાં 2 દરવાજા ખોલાયા છે. જ્યારે ભાવનગરનાં (Bhavnagar) શેત્રુંજી ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. શેત્રુંજી ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક થતાં સપાટી 29 ઇંચ પહોંચી છે. બોટાદનાં (Botad) ગઢડા શહેર સહિત તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો - Patan : ખરેખર..! HNGU કેમ્પસમાં કુલપતિનાં નિવાસ્થાન પાસેથી મળી વિદેશી દારૂની બોટલો!