Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur : 2 ઈંચ વરસાદ ખાબક્યો, લોકમેળામાં સાતમ-આઠમની મજા બગડી, વેપારીઓને નુકસાનનો ભય

જેતપુરમાં જીમખાના મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો વરસાદને કારણે લોકો ના આવતાં વેપારીઓને નુકસાનીનો ભય મોટી રાઈડ્સ પણ હજું ચાલુ ન થતાં વેપારીઓમાં ભારે નારાજગી રાજકોટ (Rajkot) જિલ્લાના ઔદ્યોગિક શહેર જેતપુર (Jetpur) તેમ જ આસપાસના પંથકમાં આજે વરસાદે...
jetpur   2 ઈંચ વરસાદ ખાબક્યો  લોકમેળામાં સાતમ આઠમની મજા બગડી  વેપારીઓને નુકસાનનો ભય
Advertisement
  1. જેતપુરમાં જીમખાના મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો
  2. વરસાદને કારણે લોકો ના આવતાં વેપારીઓને નુકસાનીનો ભય
  3. મોટી રાઈડ્સ પણ હજું ચાલુ ન થતાં વેપારીઓમાં ભારે નારાજગી

રાજકોટ (Rajkot) જિલ્લાના ઔદ્યોગિક શહેર જેતપુર (Jetpur) તેમ જ આસપાસના પંથકમાં આજે વરસાદે જોરદાર જમાવટ બોલાવી હતી. જેતપુરમાં શહેર સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ, ધીમીધારે શરૂ થયેલો વરસાદ મોડી સાંજેથી બપોર સુધીમાં અનરાધાર વરસવા લાગ્યો હતો અને બે ઇંચ જેટલો ખાબકી ગયો હતો, જેના કારણે લોકમેળાની મજા બગડી હતી.

આ પણ વાંચો - Gondal Lok Mela : વરસાદ અને રાઇડ્સ બંધ રહેતા વેપારીઓને લાખોનું નુકસાન થવાની ભીતિ

Advertisement

રાઇડ્સ બંધ રહેતા અને વરસાદ થતાં નુકસાનની ભીતિ

જેતપુર (Jetpur) ગઈકાલે રાતથી મેઘરાજાની સવારી આવી પહોંચતાં જીમખાના મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો (Lok Mela) વરસાદમાં ધોવાઈ ગયો હતો. વરસાદને કારણે મેળામાં ઠેર-ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. ઉપરાંત, મોટી રાઈડ્સ પણ હજું ચાલુ ન થતાં વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વરસાદને કારણે લોકો ના આવતાં વેપારીઓને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. 24 મી ઓગસ્ટે છઠ્ઠથી શરૂ થયેલા લોકમેળામાં પ્રથમ દિવસે ખૂબ જ ઓછા લોકોએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાઈડ્સ વિનાનાં મેળામાં વરસાદને લીધે ધંધો ઠપ થઈ જતાં વરસાદ (Heavy Rain) વિરામ લે અને મેળાનાં દિવસો વધારવામાં આવે એવી માગ ઊઠી છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : અતિભારે વરસાદની આગાહી મુદ્દે મુખ્ય સચિવની બેઠક, અધિકારીઓને આપી આ સૂચના

જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં પાણી ભરાયા

શહેર અને ગ્રામ્ય પંથકનાં વાતાવરણમાં (Jetpur) ગત મોડી રાત્રિનાં સમયે પલટો આવ્યો હતો અને પવન તેમ જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેતપુર તાલુકાનાં ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા, હરીપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા હતા. આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અહેવાલ : હરેશ, જેતપુર

આ પણ વાંચો - Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 5 લાખે એકમાં દેખાતી એવી દુર્લભ જન્મજાત ખામીની જટીલ સર્જરી, માસૂમને નવજીવન

Tags :
Advertisement

Trending News

.

×