Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળોમાં અંબાજીમાં મળશે આ ખાસ સુવિધા

7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે 3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન કરાયું છે Ambaji Bhadarvi Poonam : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ...
આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળોમાં અંબાજીમાં મળશે આ ખાસ સુવિધા
  • 7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે

  • મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે

  • 3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન કરાયું છે

Ambaji Bhadarvi Poonam : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર છે. હાલમાં ભાદરવી મહાકુંભ શરું થવાના ગણતરીના કલાકો બાકી છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાને રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે. ભાદરવી પૂનમના મહામેળામાં દરમિયાન ૧૦૦૦ ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે.

Advertisement

7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે

ત્યારે અંબાજી મંદિર સવારે 6 થી 6.30 વાગ્યા સુધી આરતી કરાશે. મા અંબાના ભક્તો માટે સવારે 6 થી 11.30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. ત્યાર બાદ 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. બપોરે 12.30 થી સાંજના 5 વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. સાંજે 7.થી 7.30 વાગ્યા સુધી આરતી કરાશે. 7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.

આ પણ વાંચો: કચ્છમાં અપૂરતી આરોગ્ય સેવા વચ્ચે ભેદી તાવનો કહેર વકર્યો

Advertisement

મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે

તો અંબાજી જઈ રહેલા તમામ ભક્તો, પદયાત્રીઓ માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો જોઈએ અંબાજીમાં પાર્કિગથી લઈ આરતી, દર્શનનો સમય, રહેવાની, જમવાની વ્યવસ્થા, ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો સહિતની તમામ જરૂરી વિગતો સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમથી જાહેર કરવામાં આવી છે. અંબાજીમાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને ભકતો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તો અંબાજીમાં ત્રણ સ્થળો પર મફત ભોજન-પ્રસાદ મળશે.

Advertisement

3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન કરાયું છે

શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે, એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન એક હજાર ઘાણ એટલે કે 3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન કરાયું છે. આ માટે એક ઘાણ માં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ 75 કિલો ઘી, 5 ડબા સાથે 1.5 કિલો ઘી, 200 ગ્રામ ઈલાયચીનો વપરાશ થાય છે. આ માટે ઘાણ બનાવવામાં 100 જેટલા કારીગરો , પેકિંગ માટે 200 થી 300 કારીગરોને લોડીંગ, રો મટીરીયલ અને અન્ય કામ માટે 100 થી 150 માણસો સેવાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો: VADODARA : ડેસર દારૂ કાંડમાં ભાજપ યુવા મોરચાનો મંત્રી સામેલ, પાર્ટીએ કરી આકરી કાર્યવાહી

Tags :
Advertisement

.