ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: નરોડામાં કચરાના ડબ્બામાંથી મળી આવ્યું નવજાત શિશુ

નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાં નવજાત બાળકી મળી 108 માત્ર નંબર નહીં, સેવા માનવતાનો વાહક પણ છે સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલમાં સારવાર હેઠળ   Ahmedabad: આજે રોકેટની ઝડપે ચાલતી જિંદગીમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે...
10:42 AM Sep 08, 2024 IST | Hiren Dave

 

Ahmedabad: આજે રોકેટની ઝડપે ચાલતી જિંદગીમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે.ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે...

જાણો સમગ્ર ઘટના

ઘટનાની જાણકારી મુજબ નરોડા લોકેશનના ઇએમટી મનીષા મકવાણા તથા પાયલોટ જયેશભાઈ ને એક કોલ એવો મળેલો હતો કે જેમાં કોલરના જણાવ્યા મુજબ નરોડા (Naroda)બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાં એક નવજાત શિશુ બાળકી (Newborn baby)પડી છે.જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સ (108 Ambulance)પાંચ થી છ મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી.માત્ર એક દિવસની નવજાત બાળકીના કુમળા ચહેરા પર ઘસરકા પડેલા જણાયા હતા.ઘટના સ્થળે જ સારવાર અપાઈ અને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ લેવાઈ..તેને એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની મદદથી સારવાર આપતા આપતા અમદાવાદ (Ahmedabad)સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ખાતે 1200 બેડમાં લઈ જવાઈ.છેલ્લી માહિતી પ્રમાણે આ બાળકી હાલ સ્વસ્થ છે.

આ પણ  વાંચો -Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો,સૌથી વધુ આ જિલ્લામાં

108 માત્ર નંબર નહીં, સેવા માનવતાનો વાહક પણ છે

આ નવજાત બાળકીને ત્યજી દેવાનો માતાને જીવ કેમ ચાલ્યો હશે? કુદરતની લીલા જુઓ એક માતાએ ત્યજી દીધી અને એમ્બ્યુલન્સમાં ઇએમટી મનિષાબેને માતા સ્વરૂપે સારવાર આપે અને હોસ્પિટલમાં દાખલ કરી છે અને કદાચ હોસ્પિટલમાં પણ નર્સ સ્વરૂપે અનેક માતાઓ બાળકીની દેખરેખ રાખી રહી હશે.'રામ રાખે તેને કોણ ચાખે' આવી કહેવતો કદાચ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ પડી હશે.સમાજને શર્મસાર કરતી ઘટના છે પણ આજે એકવાર ફરી 108 જે માત્ર નંબર જ નહીં પણ ગુજરાતની જીવાદોરી સમાન કામ કરતી સેવાએ એક જીવ બચાવવાનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ  વાંચો -Gujarat Weather: હવામાન વિભાગે કરી સામાન્ય વરસાદીની આગાહી

બાળકને મળી તાત્કાલિક સારવાર

બાળક કચરમાં બેઠુ બેઠુ રડી રહ્યું હતુ,આ વાતની ખબર એક સ્થાનિકને થઈ તો તેણે ઘટના સ્થળેથી બાળકને બહાર કાઢયું હતુ અને તાત્કાલિક એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને બાળકનો જીવ બચાવ્યો હતો.બાળકને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.બાળકનો શ્વાસ ચાલુ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,પોલીસે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે અને જેણે આ બાળકને તરછોડયું છે તેની સામે પગલા ભરવા કાર્યવાહી હાથધરી છે.

Tags :
AmbulanceCivil HospitalFrom the trash canGujarat FirstGujarat NewsLife of GujaratNarodanewborn babyTreatment
Next Article