Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટોલનાકા પર એમ્બ્યુલન્સ તૈનાત કરાશે! હાલ આખા દેશમાં માત્ર 300 જ ઉપલબ્ધ

દેશના તમામ ટોલ નાકા પર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવાની યોજના પર નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) કામ કરી રહ્યું છે. આ સંદર્ભે એમ્બ્યુલન્સ ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ રોડ સેફ્ટીના મુદ્દે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આ...
તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટોલનાકા પર એમ્બ્યુલન્સ તૈનાત કરાશે  હાલ આખા દેશમાં માત્ર 300 જ ઉપલબ્ધ

દેશના તમામ ટોલ નાકા પર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવાની યોજના પર નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) કામ કરી રહ્યું છે. આ સંદર્ભે એમ્બ્યુલન્સ ખરીદવા માટેની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ રોડ સેફ્ટીના મુદ્દે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આ જાણકારી આપી છે.

Advertisement

તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ સમિતિના અહેવાલ મુજબ, માર્ગ પરિવહન મંત્રાલયને સમગ્ર દેશમાં હાઈવે નેટવર્ક પર અકસ્માત પીડિતોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે એમ્બ્યુલન્સની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવું જોઈએ. એમ્બ્યુલન્સની અછતને દૂર કરવા માટે સંબંધિત એજન્સીઓ સાથે મળીને કામ કરવાની જરૂર છે. સમિતિની આ રિપોર્ટ એટલા માટે મહત્ત્વની છે કારણ કે મંત્રાલયે તેને માહિતી આપી હતી કે આ સમય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માત્ર 300 એમ્પ્યુલન્સ છે. આ કમી ગોલ્ડ અવર્સ એટલે કે અકસ્માત પછી પહેલાના એક કલાક દરમિયાન પીડિતોને તબીબી મદદ ઉપલબ્ધ કરાવવા માટે મોટી અડચણ છે.

બ્લેક સ્પોટ પર એમ્બ્યુલન્સની તૈનાતી ફરજિયાત કરવા સૂચન

Advertisement

સમિતિએ કહ્યું છે કે એમ્બ્યુલન્સની તૈનાતી માત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નિયમિત અંતરાલ પર જ નહીં પરંતુ, અકસ્માતની સંભાવનાવાળી જગ્યાઓ અને ખાસ કરીને બ્લેક સ્પોટ તરીકે ઓળખાતી જગ્યાઓ પર ફરજિયાતપણે થવી જોઈએ. મંત્રાલયે સમિતિને ખાતરી આપી છે કે તેની ભલામણો અને સૂચનોની નોંધ લેવામાં આવશે. મંત્રાલયે એવી પણ ખાતરી આપી છે કે નવી એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા ક્રિમિનલ લૉને આપી મંજૂરી

Tags :
Advertisement

.