Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરોડા વિધાનસભા NCPના ઉમેદવાર મેઘરાજભાઉ મતદાન પછી હળવા મૂડમાં જણાયા

સાયકિલિંગ અને પરિવાર સાથે સમય વિતાવે છેસિંધી ઉમેદવારનો જંગ જોવા મળી રહ્યો છેગરીબ અને મધ્યમ વર્ગ માટે વિશેષ મહેનત કરશેમેઘરાજભાઉ આમ તો વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા રહ્યા છે. પરંતુ આ વખતે નરોડા બેઠક પર NCPના નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડતા તેમને ટિકિટ મળી હતી અને હવે તેઓ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.સતત વ્યસ્ત રહ્યાંછેલ્લા એક મહિનાથી સતત પ્રચારમાં
નરોડા વિધાનસભા ncpના ઉમેદવાર મેઘરાજભાઉ મતદાન પછી હળવા મૂડમાં જણાયા
  • સાયકિલિંગ અને પરિવાર સાથે સમય વિતાવે છે
  • સિંધી ઉમેદવારનો જંગ જોવા મળી રહ્યો છે
  • ગરીબ અને મધ્યમ વર્ગ માટે વિશેષ મહેનત કરશે
મેઘરાજભાઉ આમ તો વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા રહ્યા છે. પરંતુ આ વખતે નરોડા બેઠક પર NCPના નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડતા તેમને ટિકિટ મળી હતી અને હવે તેઓ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.
સતત વ્યસ્ત રહ્યાં
છેલ્લા એક મહિનાથી સતત પ્રચારમાં રહેતા મેઘરાજભાઈ પાંચમી તારીખે મતદાન પત્યા બાદ હળવા મૂડમાં જણાઈ આવ્યા હતા. તેમણે કહ્યું કે, પારિવારિક અને વ્યવસાયિક જીવન તેમનાથી દૂર થઈ ગયું હતું કારણ કે તેઓ લોક પ્રચારમાં લાગી ગયા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી તેઓ સવારે વહેલા ઊઠે છે રિવરફ્રન્ટ પર સાયકીલિંગ માટે જાય છે.
પરિવાર સાથે સમય વિતાવે છે
તેઓ પરિવાર સાથે ચા નાસ્તો કરે છે હળવી પળો માણે છે અને રીલીફરોડ ઉપર આવેલા તેમના ઇલેક્ટ્રોનિક શો રૂમમાં પહોંચી તેવો વ્યવસાય પણ કરવા લાગ્યા છે. રીલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેઓ નિભાવે છે. હવે આઠમી તારીખે પરિણામ આ વખતે કોંગ્રેસની તરફેણમાં આવશે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે.. 
સિંધી ઉમેદવારો વચ્ચે જંગ
નરોડા વિધાનસભા વર્ષોથી BJPનો ગઢ રહ્યો છે જો કે આ વખતે BJP તરફથી ઉમેદવાર પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી હતી જેઓ સિંધી જ્ઞાતિમાંથી આવે છે અને અધર કાસ્ટ માં તેમણે મેરેજ કર્યા છે. જ્યારે NCPમાંથી મેઘરાજભાઈ દોડવાણી સિંધી જ્ઞાતિમાંથી આવે છે એટલે સિંધી સામે સિંધી ઉમેદવારનો જંગ જોવા મળી રહ્યો છે.
વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો
જો કે મેઘરાજભાઈનું કહેવું છે કે, પાયલબેન અધરકાસ્ટમાં મેરેજ કર્યા હોવાથી સિંધી વૉટર્સમાં તેને લઈને રોષ છે અને તેમને ટિકિટ મળી ત્યારે પણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે આમ આદમી પાર્ટી (AAP) અને NCPનું  નરોડા વિધાનસભા ઉપર વિશેષ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે અને પરિણામે નરોડા સીટ માં તેઓ વિજયી બનશે. મેઘરાજભાઈનું કહેવું છે કે જો હું જીતીને આવીશ તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે વિશેષ મહેનત કરીશ.
Advertisement
Tags :
Advertisement

.