Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પતિએ ચિઠ્ઠીમાં લખ્યું, મારી પત્ની તેના ભાઈ સાથે શારીરિક સુખ માણતી અને....

Ahmedabad Crime Case : તેથી આખરે કંટાળીને મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે
પતિએ ચિઠ્ઠીમાં લખ્યું  મારી પત્ની તેના ભાઈ સાથે શારીરિક સુખ માણતી અને
Advertisement
  • મારી પત્નીના તેના ભાઈ સાથે વાંધાજનક સંબંધો
  • મારી પત્ની તેના ભાઈ સાથે શારીરિક સુખ માણતી
  • તેથી આખરે કંટાળીને મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે

Ahmedabad Crime Case : ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર લોકો સ્તબ્ધ થઈ ગયા છે. કારણ કે... આ ઘટનામાં એક પતિએ પોતાના નર્યા નયને એક આઘાત લગાવે તેવી ઘટના જોઈ હતી. જોકે આ ઘટનામાં તેની પત્ની સામેલ હતી. વાત એમ છે કે, પતિએ તેની પત્નીને તેના ભાઈ સાથે વાંધાજનક સ્થિતિમાં પોતાના ઘરમાં પકડી પાડી હતી. ત્યારે હાલમાં, પતિએ પોતાની જીવનલીલા સંકેલી કાઢી છે. તે ઉપરાંત તેણે આત્મહત્યા કરતા પહેલા ચિઠ્ઠી પણ લખી હતી. તેમાં સંપૂર્ણ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેથી આ ચિઠ્ઠીના આધારે મૃતકના પિતાએ તેની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મારી પત્નીના તેના ભાઈ સાથે વાંધાજનક સંબંધો

પોલીસના જણાવ્યા અનુસાર, આ દંપતીના મૂળ ધોળકાના રહેવાસી છે. ધોળકામાં આ દંપતીના લગ્ન વર્ષ 2009 માં થયા હતા. જોકે આ એક પ્રેમ લગ્ન હતા. અને ખાસ વાત એ છે કે, આ મહિલાના આ પહેલા પણ એક-બે નહીં પરંતુ 4 વ્યક્તિઓ સાથે લગ્ન થયેલા હતા. તેમનાથી છૂટાછેડા લઈને તેણી પોતાના માત-પિતા સાથે રહેતી હતી. જોકે મૃતકના જ્યારે આ મહિલા સાથે લગ્ન થયા હતા, ત્યારબાદ અમુક વર્ષો બાદ પતિના માતા-પિતા સાથે પત્નીના ઝઘડા શરૂ થઈ ગયા હતા. તેને કારણે પતિ-પત્નીએ અલગ રહેવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત મૃતકના પિતાએ અખબારમાં માહિતી આપી હતી, કે તેમના પુત્ર સાથે હવે તેમનો કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

Advertisement

આ પણ વાંચો: VADODARA : પૂર્વ VMC ચેરમેન અને BJP કોર્પોરેટરના કાર્યાલય સામેથી દારૂની બોટલ મળી

Advertisement

મારી પત્ની તેના ભાઈ સાથે શારીરિક સુખ માણતી

પરંતુ ગત દિવસોમાં એક પોલીસ અધિકરીનો ફોન આવ્યો હતો, તેમાં મૃતકના પિતાને જણાવ્યું કે, તમારા દીકરો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતકના પતિ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમણે પોતાના વ્હાલસોયાને હોસ્પિટલમાં ગંભીર સારવાર હેઠળ જોયો હતો. ત્યારે તે બેભાન અવસ્થામાં હતો. પરંતુ 7 નવેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું. જોકે મૃતકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. ત્યારે તેના ખિસામાંથી એક ચિઠ્ઠી મળી હતી, જે ચિઠ્ઠી પોલીસે તેના મૃતકના પિતાને સંભળાવી હતી. તેમા જણાવ્યું હતું કે, મારી પત્ની અને તેના ભાઈ વચ્ચે પ્રેમલીલા ચાલી રહી છે. આ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બનાવે છે. આશરે આજથી 3 મહિના પહેલા મારી પત્નીને તેના ભાઈ સાથે મારા ઘરમાં શરીર સુખ માણતા પકડી પાડ્યા હતા.

તેથી આખરે કંટાળીને મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે

પતિએ આગળ ચિઠ્ઠીમાં જણાવ્યું કે, આ અંગે મે તે બંનેને ઠપકો આપ્યો હતો. તે ઉપરાંત તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું પણ કહ્યું હતું. પરંતુ તેણે અને તેના ભાઈએ બંનેએ મળીને મને ઢોર માર માર્યો હતો, અને અનેક પ્રકારની ધમકીઓ આપી હતી. સમયજતા આ બધુ મારી સહન થતું ન હતું. તેથી આખરે કંટાળીને મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે. અંતે ધોળકા પોલીસે આ પત્ની અને તેના ભાઈ ઉપરાંત તેના સંપૂર્ણ પરિવાર વિરુદ્ધ મૃતકના પતિની ફરિયાદ આધારે ધરપકડ કરી છે. તો સમગ્ર મામલાની નોંધ લઈને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat : પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્ય વ્યાપી પ્રારંભ

Tags :
Advertisement

.

×