Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં

Gujarat University Hostel : અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ (Gujarat University Hostel) માં બનેલા બનાવમાં હુમલો અને તોડફોડની ઘટના બની હતી. અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હતા અને શનિવારે રાત્રે હુમલો...
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં

Gujarat University Hostel : અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ (Gujarat University Hostel) માં બનેલા બનાવમાં હુમલો અને તોડફોડની ઘટના બની હતી. અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હતા અને શનિવારે રાત્રે હુમલો (Attack) હોસ્ટેલના કેમ્પસમાં થયો હતો. જે બાદ રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે.

Advertisement

શું કહ્યું પોલીસ કમિશનરે

પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે આ મામલે કહ્યું કે ઘટનાની જાણ થતાં 5 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ આ મુદ્દે ન્યાયિક તપાસ કરશે. ગઈકાલે રાત્રે 20 થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે 300 વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી માં અભ્યાસ કરે છે. કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે. તેમ તેમણે કહ્યું હતું. એક વ્યક્તિ ની ઓળખ કરાઈ છે. તેમણે કહ્યું કે JCP ક્રાઇમ નાં વડપણ હેઠળ તપાસ કરાશે અને એક વીડિયો જે આવ્યો છે તેની પણ તપાસ કરાશે.

Advertisement

સરકાર આવી એક્શન મોડમાં

ગુજરાત યુનિવર્સિટીન હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થયા બાદ સરકાર પણ એક્શન મોડમાં આવી છે. આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે DGP વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, ક્રાઈમ બ્રાન્ચ JCP નીરજ બડગુજર સાથે એક બેઠક બોલાવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ અમદાવાદ પોલીસે એક ટ્વીટ કર્યું છે.

અમદાવાદ પોલીસનું ટ્વીટ

અમદાવાદ પોલીસે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં ગઈકાલ રાત્રે અન્ય દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ ઉપર અજાણ્યા ઈસમોએ આવી મારામારી કરી તોડફોડ કરી ઈજા પહોચાડતા પોલીસ તાત્કાલીક પહોચી સ્થિતી ઉપર નિયંત્રણ મેળવી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે કડક કાર્યવાહી કરવામા આવશે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલની ઘટનાનો મુદ્દો આંતરરાષ્ટ્રીય બન્યો

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય બન્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ પોતાની એમ્બેસીને આ સમગ્ર ઘટનાની જાણ કરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓએ તેઓ સુરક્ષિત છે તે જાણ પણ એમ્બેસીને કરી હતી.

શું છે સમગ્ર મામલો ?

ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં Boys Hostel માં આ ઘટના લગભગ રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી અને લેપટોપ, મોબાઈલ ફોન અને અરીસાઓ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટી હવે આપશે ઓનર્સની ડિગ્રી, વાંચો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી, આંતર કોલેજ એથ્લેટીક્સ સ્થળે જ ગંદકીના ઢગ

આ પણ વાંચો – ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળતાં ખળભળાટ

Tags :
Advertisement

.