અમદાવાદમાંથી નકલી પોલીસ બાદ હવે નકલી હોસ્પિટલ ઝડપાઈ!
Fake Multi Specialty Hospital : ગુજરાતમાં નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા હોવાનું સામે આવ્યું છે. આ ક્રમમાં હવે હોસ્પિટલનો પણ સમાવેશ થઇ ગયો છે. જીહા, અમદાવાદમાંથી હવે આખેઆખી Fake ઝડપાઈ છે.
નકલી ડોક્ટર ચલાવતો હતો હોસ્પિટલ
રાજ્યમાં એકવાર ફરી નકલી શબ્દ ચર્ચામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, બાવળાના કેરાલા ગામમાં એક અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. જેને એક નકલી ડોક્ટર ચલાવતો હતો. જેને અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઝડપી પાડ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડી દિવસ પહેલા આ હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. જે શખ્સ ડોક્ટર બનીને આ હોસ્પિટલ ચલાવતો હતો તેનું નામ મેહુલ ચાવડા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાંથી નકલી પોલીસ ઝડપાઈ
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદમાં નકલી પોલીસ પણ ઝડપાઈ હતી. જેઓ લોકોના વાહનો રોકી પૈસા પડાવવાનું કામ કરતા હતા. આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન (Sola High Court Police Station) માં ગુનો દાખલ થયો અને સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : નકલી પોલીસ બની પૈસા પડાવતા બે યુવકો ઝડપાયા
આ પણ વાંચો - ખૂબ ચાલે છે આ નકલી કેરીનો આ કાળો કારોબાર, જાણો કેવી રીતે તૈયાર કરાય છે નકલી કેરી